અશ્રુભરી અંજલી

‘રૂસ્તમ અંકલ મને મને તમારૂં પપી બહુ ગમે છે હું એને મારે ઘરે લઈ જાઉ?’ સાંજે આવેલી પડોસીની ડેઝીએ પૂછયું.
‘નહીં, એની સાથે રમવું હોય તો અહીં આવીને રમ, તારે ઘરે નહીં લઈ જવાનું ને એ મારૂં પપી નથી, એ તો મારૂં રમકડું, મારો દીકરો છે, લે આ બોલ એની સાથે રમ?’ ડેઝી થોડી નિરાશ થઈ ગઈ.
ડેઝી બોલી, ‘કેટલું સ્વીટ છે મને એમથી તેમ ડોક ફેરવીને જોયા કરે છે.’
તું એને માટે અજાણી વ્યક્તિ છે. તેથી તને એ બરાબર જોય છે.
મારૂં સ્વિટુ એણે પપીને કહ્યું, ‘આપણે બોલ રમીએ, હવે હું તારી ફ્રેન્ડ છું.’ કહી એણે હાથમાનો બોલ થોડે દૂર નાખ્યો. પપીએ પહેલે રૂસ્તમ સામે જોયું. રૂસ્તમે કહ્યું, ‘જા, બોલ લાવ.’ અને એ નાના પગોએ દોડયું બોલ લાવી એણે રૂસ્તમના પગ પાસે મૂકયું.
‘મારી પાસે નહી, ડેઝી પાસે મુક અને પપીએ મીસ્તરનું કહ્યું કર્યુ. ‘ડેઝી બોલ ઘણો દૂર ના નાખતી. અહીં કમ્પાઉન્ડમાં દોરડા લાકડાં વગરે બધો સામન પડયો છે એને ત્યાં બોલ લેવા જતાં કંઈ ઈન્જરી નહીં થાય.’
‘ઓકે અંકલ’ ને પછી બેઉ જણ થોડીવાર બોલ રમ્યાં ને ડેઝીની મંમીએ હાંક મારી ‘ડેઝી’
‘આવી મંમી’ મોટેથી એણે મમી સંભળાય એમ કહ્યું પછી અંકલ મમ્મી મને બોલાવે છે હું જાઉ છું. બાય, પપી કહી એ ત્યાંથી જતી રહી.
ધીમે ધીમે પપી મોટું થયું અને ડેઝી પણ મોટી થઈ પણ એ રોજ પપી સાથે રમવા આવતી. પછીના થોડા દિવસ એ ન આવી એટલે જીમી એના આવવાના રસ્તા તરફ એની રાહ જોતો હોય એમ જોઈ રહ્યો. તે જોઈ રૂસ્તમ બોલ્યો: ‘હવે તારી ફ્રેન્ડ પાંચ દિવસ નહીં આવે. ચાલ, હું તને બોલ નાખુ’ કહી એક ઝોખમાં મૂકેલો બોલ લઈ આવ્યો. જીમીને જોઈને હર્ષથી કુદાકુદ કરવા માંડયો. રૂસ્તમે બોલ નાખ્યો, એણે લાવી રૂસ્તમન પગ પાસે મૂકયો ત્યાં ડેઝીનો સાદ સંભળાયો ‘જીમી હું આવી… જીમીએ જાણે એના અવાજ સાંભળ્યો જ ન હોય એમ એના તરફ જોયું નહીં ત્યારે અજબ થઈ ડેઝી બોલી, ‘અરે મારાથી રીસાઈ ગયો! મારી તરફ જોતો પણ નથી.’
‘હા એને માણસની જેમ ખોટું બહુ જલ્દી લાગી જાય છે પણ તું સોરી કહીશ તો એ પછી તારી સાથે રમશે.’ અને ડેઝીએ એને બુચકારીને ત્રણ- ચારવાર સોરી કહ્યું એ પછી હર્ષથી પૂછડી પટપટાવટા ડેઝી સામે જોયુ ને પછી બેઉ બોલ રમવા લાગ્યા ત્યારે રૂસ્તમે કહ્યું એ ઘણોજ સમજદાર છે ડેઝી તું એને એકજ વખત કહેશે તો એ તરત સમજી જશે.’
એક સાંજે જીમી રૂસ્તમનો લેંઘો મોંથી ખેંચી અને એક તરફ જવાનો ઈશારો કરવા લાગ્યો ત્યારે પહેલે તો રૂસ્તમને કશું સમજાયું નહીં પણ જરૂર ત્યાં કંઈક છે એમ વિચારી એ જીમી ખેંચતો હતો તે દિશામાં ગયો તો જોયું તો એક ઉંડા ખાડામાં ડેઝી પડી ગઈ હતી.
‘અરે! રૂસ્તમે અજબ થઈ કહ્યું તું અહીંથી કયાંથી આવીને આ ખડ્ડામાં કેમ કરતા પડી?’ ‘શોટ કટ લેવા ગઈ તે લોન્ગ કટ થઈ ગયો ચાલોની હવે મને બહાર કાઢોની અને રૂસ્તમે ઉભડક બેસીને એને હાથ આપી જોરથી ઉપર ખેંચીને ડેઝી બહાર આવી.
‘ઓ ગોડ! મે તમને કેટલી બૂમ પાડી પણ તમે નહીં સાંભળ્યું.’
મને નહીં સંભળાયું ડેઝી આ જીમીને થેંકયુ કહે એ મને અહીં ખેંચી લાવ્યો.’
‘થેંકયુ જીમી’ ડેઝીએ કહ્યું, જીમીએ ખુશીથી પૂછડી પટપટાવી.
ચાલ જીમી રૂસ્તમે કહ્યું, આજે ઝાડ પર નથી ચડવું! ચાલ જલ્દી અને બેઉ તે કમ્પાઉન્ડમા ઝાડ પાસે ગયા ત્યારે ડેઝી અજાયબીથી બોલી: ‘એ છીછરા પાણીમા તરી શકે છે એ હું જાણું છું પણ ઝાડ પર પણ ચઢી શકે એ તો બહુ નવાઈની વાત કહેવાય.
‘મારા દીકરાને હું બધું શીખવું.’
ખરેખર તમારો દીકરો તો હોશિયાર જ કહેવાય ત્યાં તો ઝાડ પરથી જ જીમીએ ઘૂરકવા માંડયું તે જલદી જલદી એ ઝાડ પરથી ઉતરી દોડવા માંડયો કે રૂસ્તમે બૂમ પાડી.
નહીં જીમી, નહીં જીમી, બિલાડીને પકડતો ના, ઉભો રહીજા ને જીમી કૂકૂ કરતો રોકાયો તે પણ માસ્તરનો હુકમ એટલે રોકાઈ ગયો.
બાપરે!! ડેઝી અજાયબીથી બોલી તમે એને નહીં રોકતે તો એ બિલાડીને જોરથી બચકું ભરતે, કેવી ઝડપથી એ દોડયો!!’
બિલાડી એની વિકનેસ છે. જોઈ નથી કોઈ બિલાડીને એ પકડવા દોડયો જ છે. ચાલ અહીં આવ જીમી તારો જમણો પગ આપને, જીમીએ આપ્યો. રૂસ્તમ શેકહેન્ડ કરતો હોય એમ એનો પગ હલાવ્યો, ચૂમ્યો ને મૂકી દીધો પછી એને પસવાર્યો ને બોલ્યો, ‘ચાલ હવે અહીં બેસ, હું અગિયારીમાં સાંજની બોય દઈ આઉ અહીંજ બેસજે.
‘અંકલ હું પણ જાઉં મારો પણ ઘરે જવાનો વખત થયો.’ કહી ડેઝી પણ જીમીને બાય કહી ત્યાંથી નીકળી ગઈ.
રૂસ્તમ જીમીને રોજ સાંજે કયાં ને કયાં ફેરવી લાવે. કોઈવાર દૂર જવાનું હોય ને એને લઈ જવાતો હોય તેવી જગ્યાએ મોટર સાઈકલ પર બેસાડી એને લઈ પણ જાય. એ રૂસ્તમ વગર જમવાનું નહીં ખાય. રૂસ્તમ એક ને બદલે ચાર વાગ્યે આવીને જમે ત્યારે એની સાથે જ જમે. એટલે રૂસ્તમ એની આ ટેવને કારણે બનતા સુધી બહાર ગયેલો હોય તો જલ્દી આવી જાય. રૂસ્તમના પલંગની પાસે જ એ પણ બેસી રહે. રૂસ્તમને ઠંડીમાં એને માટે પહેરવાનો કોટ પણ બનાવ્યો હતો. રૂસ્તમે એને ટોયલેટમાં જતાં પણ શીખવ્યું હતું એટલુંજ નહીં એ ટોયલેટ કરી રહે પછી ટાંકીનું બટન પણ પગથી નીચે કરે, પછી જ એ ટોયલેટમાંથી બહાર આવે.
રૂસ્તમ રાતે 12 વાગ્યે અગીયારીમાં બોય દેવા જાય તો એ પણ ઉડીને રૂસ્તમની પાછળ પાછળ જાય પણ અંદર દાદગાહમાં નહીં જાય બહાર ઉભો રહે રૂસ્તમ બોય દઈ દાદગાહમાંથી બહાર આવી એની પથારીમાં જાય કે જીમી પણ એના ગોદડા પર બેસી જાય વરસાદના દિવસો હતા. દર વર્ષ કરતા તે વર્ષે વરસાદ વધારે હતો. તેમાં તે રાતે તો જોરદાર વરસાદ હતો. રૂસ્તમે ગંજી પહેર્યુ. જીમીને પણ એનો કોટ પહેરાવ્યો હતો. જીમી દર વખતની જેમ એના ગાદલા પર બેઠાં બેઠાં ચોકી કરતો હતો ને રૂસ્તમ ઉંઘી ગયો. તે રાતે બોય દેવા એનાથી થંડકને લીધે 12 વાગે નહી ઉઠાયું. એ લગભગ 1 વાગે ઉઠયો. અર્ધી ઉંઘમાં કસ્તી કરી એણે અંદર દાદગાહમાં જઈ બોય દીધી ને પછી ઝડપથી આવી સૂઈ ગયો ત્યારે એનું ધ્યાન નહીં ગયું કે અંતે જીમી મારી પાછળ નથી આવ્યો.
તે પછી જીમીએ થોડીવારે ખખડાટ કરવા માંડયો. રૂસ્તમે બે એકવાર એને રોકયો. બૂમ પાડી, પણ પછી પડખું ફેરવી સુઈ ગયો. થોડીવારે જીમીનો ખખડાટ આવતો રહ્યો ત્યારે રૂસ્તમે જાણ્યું કે વળી પાછી બીલાડી એને નજરે પડી લાગે છે. જવા દે હમણા તો બહુ ઉંઘ આવે છે. સવારે એને ધમકાવશે એમ મનમાંજ વિચારી એ ઉંઘવાની કોશિશ કરવા લાગ્યો. ખખડાટ પણ બંધ થયો. પછી બધુ શાંત થયું.
સવારે રૂસ્તમ ઉઠયો ત્યારે રોજની જેમ જીમી બેઠેલો હતો રૂસ્તમ એને જોતાં બોલ્યો ‘કેમ રાતના કેટલી બીલાડી જોઈ? કેટલો અવાજ કર્યો? મારી ઉંઘ બગાડી કહી જીમીને ટપલી મારી પણ તે હલ્યો નહીં એટલે રૂસ્તમને નવાઈ લાગી એ ઉઠયું
‘શું થયું જીમી કહેતા એ બેસી જીમીને બોલાવવા લાગ્યો ત્યાંજ એની નજર એક મરેલા સાપ પર પડી હવે એને સમજ્યું કે બીલાડી નહીં એણે સાંપ સાથે મારામારી કરી પોતાનો જીવ બચાવ્યો હતો.
મમી જલ્દી આવો કહેતા રૂસ્તમનો અવાજ તરડાઈ ગયો જીમીના અચેતન દેહ પર એની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા કયાંય સુધી વહી રહ્યા.

About હોમાય નરી ગ્યારા

Leave a Reply

*