‘આપણા આતશ બહેરામ બચાવો’ની ઝુંબેશમાં ચર્ચગેટ નજીક પાટકર હોલમાં તા. 8મી જૂન 2018ના દિને સમુદાયના લોકો ભેગા થયા હતા. પારસી વોઈઝ અને વાપીઝે મેટ્રો 3ને રોકવા માટે સંયુકતપણે સમુદાયના લોકોને આમંત્રિત કર્યા હતા અને આતશ બહેરામને બચાવવા માટે સમુદાયના લોકો ટેકો આપવા મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
આ ચળવળને આપણા પાંચ વડા ધર્મગુરૂઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. વડા દસ્તુરજીઓ- (ઉદવાડાના) ખુરશેદ દસ્તુર, (નવસારીના) કૈખુશરૂ દસ્તુર મહેરજીરાણા, (મુંબઈના) કૈખુશરૂ જામાસ્પઆસા, (મુંબઈથી) ડો. ફિરોઝ કોટવાલ, (સુરતથી) સાયરસ દસ્તુર, બીપીપીના ટ્રસ્ટીઓ, બન્ને આતશ બહેરામ અને દેશભરના વિવિધ અંજુમન્સના ટ્રસ્ટીઓ આ ચળવળમાં ભાગ લેવા ભેગા થયા હતા.
આ કાર્યક્રમની શરૂઆત સાંજે સ્ટે. ટા. 6.30 કલાકે શરૂ થઈ હતી. આ ઝુંબેશને આગળ વધારનાર અને કાર્યક્રમની શરૂઆત કરનાર હનોઝ મિસ્ત્રીએ જમશેદ સુખડવાલા, લોયર ઝેરિક દસ્તુર, વડા દસ્તુરજી સાયરસ નોશીરવાન દસ્તુર, એરવદ પરવેઝ બજાં, બરજીસ દેસાઈ અને રતન પટેલની આળખાણ કરાવી આ મેટ્રો 3 ટનલના ‘સ્ટ્રકચરલ’ ‘લીગલ’ અને ‘રિલિઝિયસ’ બાબતના મહત્વના પાંસા આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સુરતના વડા દસ્તુરજી સાયરસ નોશીરવાન દસ્તુરે હમબંદગીનું નેતૃત્વ લીધું હતું ત્યારબાદ ચીફ પિટિશનર જમશેદ સુખડવાલા જેમણે માઈકને હાથમાં લેતા જ ભવ્ય પ્રતિસાદ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ એક લાંબી મુસાફરીની શરૂઆત છે અને સમગ્ર પારસી સમુદાયની જરૂરત પડશે તે બાબત પર ભાર મુકયો હતો. મુશ્કેલ તબકકામાં સાથ આપનાર હાફીઝ કોન્ટ્રાકટર, ઉપેન્દ્ર રાવ, ઝેરિક દસ્તુર તેમના સાથીઓ કુનાલ કોઠારી, તનવી અને સ્મૃતિ સિંઘ જેમણે કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમનો ખાસ આભાર માન્યો હતો.
‘મેટ્રો 3ના લીધે જો આપણું આતશ બહેરામ અપવિત્ર થાય તો તે એક પાપ ગણાશે. આતશ બહેરામનું જોડાણ જમીનમાંથી તૂટી જશે તો તે પ્રતિક્રિયાઓ આપણા સમુદાય અને બીજાઓ દ્વારા જોવામાં આવશે. એમ દસ્તુરજી સાયરસે જણાવ્યું. વધારામાં એમપણ કહ્યું મેટ્રો 3ની લાઈનને આતશ બહેરામથી દૂર રાખો. કારણ કે બીજું આતશ બહેરામ ફરી સ્થાપિત કરવાનો કોઈ માર્ગ નથી.
લોયર ઝેરિક દસ્તુરે જણાવ્યું કે ‘એક મૂળભૂત અધિકાર કોઈને તમે આપી શકતા નથી પરંતુ તે કોઈપણ તમારી પાસેથી દૂર પણ નથી કરી શકતો.’ એરવદ રોઈન્ટન પીરની મદદ માટે આભાર વ્યકત કર્યો. જેમણે સંશોધન કરી કોર્ટમાં આવશ્યક સામગ્રી પૂરી પાડવામાં મદદ કરી. આ કારણોસર તેમના ચુકાદાના આધારે અસંખ્ય પડકારોનો સામનો કર્યા પછી તાત્પુરતા ઓર્ડર 23મી મે, 2018ના રોજે ઉચ્ચ અદાલતથી સુરક્ષિત કરવામાં આવ્યો. હનોઝ મિસ્ત્રીએ ઠરાવ વાંચ્યો કે હાજરી આપનાર દ્વારા મતદાન માટે ખુલ્લુ જાહેર કરે છે. તેમણે જણાવ્યું કે જરૂરત હશે તો મેટ્રો 3ના આતશ બહેરામ નીચેના ટનલિંગના વિરોધ કરતા સમુદાયની અંદર મોટી સંખ્યામાં લોકો એકજૂથ થયા છે. તે માટે રજૂ કરતો વિડિયો રેકોડિંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હોલમાં એકહજાર ને ત્રેસઠ લોકોએ મેટ્રો 3ના વિરોધમાં આ ઠરાવની તરફેણમાં મતદાન કર્યુ હતું અને સર્વસંમતિથી ઘણી ખુશીથી આ ઠરાવ પસાર કર્યો હતો! છેલ્લે રીટા ડોકટર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024