કબજિયાત-અનિદ્રામાં નાળિયેરનું સેવન

કબજિયાત એટલે કે મળાવરોધ એટલેકે શરીરમાં તૈયાર થયેલા મળને શરીર બહાર ફેંકવામાં અનુભવાતી મુશ્કેલીઓ! આજકાલ આ તકલીફો લોકોમાં બહુ જ સામાન્ય છે. અનિયમિત અને અનુચિત આહાર-વિહાર જ કબજિયાતનું એક મુખ્ય જવાબદાર કારણ છે. કેટલીકવાર પૂરતી ઉંઘ ન મળવાને લીધે પણ કબજિયાત થઈ આવે છે. કબજિયાત અને અનિદ્રા એમ બે તકલીફ એકી સાથે અનુભવાતી હોય તેવી વ્યક્તિને નાળિયેરનું સેવન બહુ જ લાભદાયક રહે છે. આ માટે નાળિયેરનુંં પાણી અને કોપરૂ બન્નેનું સેવન કરવું જોઈએ. નાળિયેરનું કોપરૂ રેસાયુકત હોવાથી તે ચાવી ચાવીને ખાવામાં આવે તો મળોત્સર્જન સારી શક્તિ મેળવે છે અને તેથી કબજિયાતની તકલીફ રહેતી નથી. નાળિયેરનું પાણી પીતાં રહેવાથી અનિદ્રા દૂર થઈ દરરોજ મીઠી નીંદર આવે છે. નાળિયેરના પાણીનું સવેન કરવાથી ઘેન નથી આવતું પરંતુ ચોખ્ખી નિદ્રા આવે છે તેથી તે વિશેષ લાભપ્રદ ગણાય.

About ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*