મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
આજ ને કાલનો દિવસજ શાંતિમાં પસાર કરી શકશો. બાકી તો 25મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારી તબિયતને સારી નહીં રખાવે. થોડીઘણી બેદરકારી તમને લાંબી બીમારી આપી જશે. ભાઈ-બહેનની સાથે મતભેદ પડતા રહેશે. તમે શાંતિથી બેસવા માંગતા હશો તો મનની શાંતિ નહીં રહેવાથી તમારા મગજનો પારો ખૂબ જ ચડી જશે. મંગળ તમને દરેક બાબતની અંદર નિરાશા આપી દેશે તેથી આજથી રોજના ભણતરની સાથે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
The next two days will be peaceful. From the 25th, Mars’ rule for 28 days might cause problems in your life. Take care of your health. There might be arguments amongst siblings. You might feel stressed and upset. With your daily prayers, pray ‘Tir Yasht’ too.
Lucky Dates: 23, 24, 28, 29
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી વિચારીને સમજીને ડીસીઝન લેશો. ભવિષ્યમાં ફાયદાનો વિચાર મગજમાં રાખશો. નાના કામ સારી રીતે પૂરા કરી શકશો. મનગમતી વ્યક્તિને મળવાથી મનનો આનંદ વધી જશે. નાની મુસાફરીનો પ્લાન બનાવીને તેને અમલમાં મૂકી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Moon’s rule till 26th July calls for you to make wise decisions. You will complete tasks efficiently. Meeting loved ones will bring you happiness. Travel is indicated. A good week financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 23, 25, 26, 27
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
5મી જુલાઈ સુધી સુર્યની દિનદશા તમને ખૂબ તપાવશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલવર્ગની સાથે મતભેદ પડતા રહેશે. તમારા વાંક ગુના વગર તમારે ઠપકો ખાવો પડશે. બેન્કીંગના કામ કરવામાં સંભાળજો. લોન લેવાનું વિચારતા નહીં. મન અશાંત હોવાથી ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. બીજાનું ભલું કરવામાં તમારૂં નુકસાન છે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 26, 28, 29 છે.
Sun rules over you till 5th July, so try to keep your temper in check. Avoid government/bank-related work. Do not argue with elders. You might be falsely accused of mistakes. Avoid taking loan. You could feel stressed. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 24, 26, 28, 29
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી રોજ નવા વિચારો આવતા રહેશે. નવુુ કરવા માટે હાલના દિવસો સારા છે. મોજશોખ પાછળ ખર્ચ કરવા છતાં ધનની કમી નહીં આવે. કોઈ સારી વ્યક્તિની મદદ મેળવી શકશો. ઓપોઝીટ સેકસની સાથે સારા સારી રહેશે. શુક્રની કૃપાથી કામની અંદર નાનુ પ્રમોશન કે ફાયદો મેળવીને રહેશો. કોઈ કામ શરૂ કરવામાં આળસ નહીં આવે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Venus’ rule brings in fresh ideas and thoughts. A good time to start something new. Inspite of indulging in spending, you will not face a financial crunch. A genuine person will help you. You will share a good rapport with people of the opposite gender. An increment or promotion is indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 23, 25, 26, 27
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા તમને દરેક બાબતમાં લીલા લહેર કરાવશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણી એક બીજાની વાત ઈશારાથી સમજી લેશે. જેનો સાથ મેળવવા માંગતા હશો તે વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
Venus’ rule till 16th August brings in happiness. You will make new purchases. Your wishes will come true. Unexpected financial profits will come your way. Relationship between spouses will improve. Your loved one will come to see you. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 23, 24, 27, 28
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને આજથી રાહુએ પોતાની સોનેરી જાળમાં લઈ લીધા છે. તેથી 6ઠ્ઠી ઓગસ્ટ સુધીમાં તમને ચાલુ કામની અંદર ખૂબ મુશ્કેલી આવતી રહેશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવકમાં વધારો નહીં થવાથી માનસિક ચિંતાઓથી પરેશાન થશો. તમને તમારા કામની અંદર મન નહીં લાગે. તમારી સમજાવવાની શક્તિ ઓછી થઈ જશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. રાહુને શાંત કરવા માંગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.
Rahu’s rule till 5th July calls for you to be more careful. Keep all important items and documents safely. You could find a new partner. Headaches or acidity might trouble you. Avoid trusting people’s words. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 25, 26, 27, 28
LIBRA | તુલા: ર.ત.
તમને આજથી રાહુએ પોતાની સોનેરી જાળમાં લઈ લીધા છે. તેથી 6ઠ્ઠી ઓગસ્ટ સુધીમાં તમને ચાલુ કામની અંદર ખૂબ મુશ્કેલી આવતી રહેશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવકમાં વધારો નહીં થવાથી માનસિક ચિંતાઓથી પરેશાન થશો. તમને તમારા કામની અંદર મન નહીં લાગે. તમારી સમજાવવાની શક્તિ ઓછી થઈ જશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. રાહુને શાંત કરવા માંગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.
Rahu ruling you could bring in a few problems in your routine. Expenses could increase, causing stress. Try to focus on the task at hand. Home-environment could get stressful. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 24, 27, 28, 29
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારી મહેનત કરવામાં કસર નહીં કરો. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતની અંદર સાર સારી રહેશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મેળવી શકશો. તમને જે પણ લાભ મળતા હશે તેને જવા નહી દો. થોડું વધુ કામ કરવાથી ધન સારૂં મેળવશો. ગેટ ટુ ગેધર જેવા પ્રોગ્રામનું આયોજન કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Jupiter’s rule till 23rd July calls for you to work harder. A good week financially, with profits indicated. Family members will be supportive. You will make the most of opportunities coming your way. Plan get-togethers. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 23, 24, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજ ને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી વાહન ખૂબ સંભાળીને ચલાવજો બાકી 25મી થી 58 દિવસ ચાલનાર શુક્રની દિનદશા તમને ડબલ ફાયદો આપી જશે. અધૂરા કામો ફરી ચાલુ કરીને પૂરા કરી શકશો. કોઈબી બાબતની પરેશાનીમાં ઘેરાયેલા હશો તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લેશો. આજે ને કાલે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો ત્યારબાદ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.
Saturn rules you for the next two days cautions you to drive carefully. From the 25th, Venus rules you for the next 58 days, bringing in profits. Re-start any pending tasks. You will find a way out of your problems. Pray ‘Moti Hpatan Yasht’ for the next two days, followed by ‘Srosh Yasht’ in the days to follow.
Lucky Dates: 23, 27, 28, 29
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામકાજમાંથી બહાર નહીં આવી શકો. જયાં કરકસર કરીને થોડી રકમ જમા કરશો ત્યાં ઉલટી સુલટી યાને ફાલતું જગ્યાએ નાણાનો ખર્ચ કરવો પડશે. ઈલેકટ્રીક, લોખંડ કે કાર જેવી ચીજ લેવાની ભૂલ કરતા નહીં. તમે પોતે પોતાના દુશ્મન બની જશો. શનિને શાંત કરવા માટે રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Saturn’s rule till 26th July might increase your workload. Avoid unnecessary expenses or making purchases of electrical/iron goods. Think twice before taking action. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 23, 24, 25, 26
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી જુલાઈ સુધી તમારથી કોઈ કામમાં ભૂલ થઈ જશે તો તમે બુધ્ધિબળ વાપરીને કામને સરખુ કરી શકશો. ફેમિલીમાં મતભેદ નહીં પડવા દો. નાણાકીય ફાયદા ઉપર તમારી નજર પહેલા પડી જશે. મિત્રોની સાથે સમય પસાર કરવાથી વધુ આનંદમાં આવશો. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. મનને આનંદ મળતો રહેશે. ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.
With Mercury ruling over you till 20th July, you will be able to rectify your mistakes at work. Family members will live in harmony. You will be attracted towards financial profits. Plan a holiday with friends. Save money and invest it. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 24, 27, 28, 29
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને આજથી બુધની દિનદશા ચાલુ થયેલી છે તેથી આવતા 56 દિવસમાં તમારા કામની અંદર તમને ફાયદો મળી જશે. તમારા ખર્ચ પર કાબુ કરી લેશો. રીસાયેલા મિત્રને મનાવી લેશો નવા કામ કરવા માગતા હો તો આજથી નવા કામ શોધવાની શરૂઆત કરજો. બીજાના સલાહકાર બની શકશો. કામની અંદર પ્રમોશન મળી રહેશે. તમે કરેલ કામની કદર થશે. આજથી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Starting today, Mercury’s rule will bring in success and profits for the next 56 days. Control your expenses. Make-up with a friend you might have fought with. A lucrative time for those looking for a new job. You will be able to provide others with good advice. A promotion is indicated. People will appreciate your work. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 23, 25, 26, 27
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025