સુરત પારસી પંચાયત સંચાલિત શાળા બાઈ પી. એમ પટેલ ગર્લ્સ સ્કુલ છેલ્લા 106 વર્ષથી કાર્યરત છે. તા. 7-6-18ના રોજ જુ. કે. થી 12 ધોરણ સુધીની શાળાના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જશનની પવિત્ર ક્રિયામાં સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદજી દોટીવાલા તેમજ ટ્રસ્ટી દારાયસ માસ્ટર, યઝદી કરંજીયા, કેશ્મીરા દોરદી તેમજ સીઈઓ રોહિન્ટન મહેતા અને સેક્રેટરી સોલી વાડિયા તેમજ સુરત પારસી પંચાયતનો સ્ટાફ અને શાળાના ત્રણે વિભાગના આચાર્યા, શિક્ષણગણ, કર્મચારી ગણ, ભૂતપૂર્વ એજ્યુકેશન ડાયરેકટર ઝીનોબ્યા એન્જિનિયર તથા ભૂતપૂર્વ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
આ તમામ જશનનું સંચાલન માધ્યમિક વિભાગના આચાર્યા અમીતાબેન સરૈયા તથા પ્રાથમિક વિભાગના આચાર્યા ફરનાઝ સંજાણા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
Latest posts by PT Reporter (see all)