એ સર્વ શક્તિવાન કુલ જેહાનના પેદા કરનાર મહા દયાળુ દાદાર હોરમજદ! મારા હકમાં ભલું શું છે તે તુંનેજ રોશન છે, વાસ્તે જે કાંઈ મારા હકમાં ભલું હોય તેજ તું કરજે. હું કેસાસી યાને મારા રવાન પર પડેલા હાવીઅત=એઝાબના અંધકારી પરદાને ઉચકવા ખાતર તેમજ ગયા ભવોનાં ખરાબ કર્મોના ભોગવટાને ખાતર પાછો આ દુનિયામાં જન્મ્યો છું. તેમાંથી છૂટકારો પામવા તારી તરફના તેમજ તારી તમામ મીનોઈ શક્તિઓના અસરે રોશનીનાજ પ્રવાહો ચાલુ મને મળે એવી લાયકાત ખીલવવાની મને સદબુધ્ધિ અને સદસંજોગ બખ્શ કે જેથી કરી મારી ઉરવાનની વૃધ્ધિની નેમ હું પાર પાડુ અને મીનોઈ આલમમાં મારૂં કાયમનું રહેઠાણ કરૂં.’ આ સિવાય બીજું કશું માંગવું નહીં કારણ કે ધન દોલત, તંદુરસ્તીનું સુખ, છોકરાઓનું સુખ, સારી બૈરી યા સારા ભરથારનું સુખ, માબાપનું સુખ, નોકરી-ધંધાનું સુખ, લાંબા આવરદા, ગાડી ઘોડો, મોટર કાર, વાડી વજીફા, બંગલા વગેરે વગેરે તરેહવાર આ દુન્યવી સુખ તો જેવી આપણી ગયા ભવોની કીધેલી કરણી હોય તે પ્રમાણેજ દરેકનો ખુદા હદ અને ઈન્સાફને કાયદે દરેકને આ દુનિયામાં માંગ્યા વગર સુખ યા દુ:ખ બખસ્યા કરે છે. તે ખુબ ધ્યાનમાં રાખવું. માટે ઉપર જણાવેલા દુન્યવી સુખોની દુઆ માંગ્યાથી કાંઈ મળતું નથી અને એ ચીજો માંગવામાં આપણા રવાનનું કશું ભલું થતું નથી. આપણે દરેક જણે પોતાની રહેણી-કરણી આચાર વિચાર એવા તો દીની કાયદા પ્રમાણે તરીકતો અને અશોળી પાળી જે નીયમને ‘મીથ્રે-શાદ બા અશોઈ કહ્યો છે) સાફ રાખવા અને દીની એતેકાદ એટલો તો દ્રઢ બનાવવો કે કુદરત આપોઆપ દરેકને તેનું ફળ ખરાં સુખમાંજ અને રૂહાંની વૃધ્ધિમાંજ આપે. એજ સૌથી પહેલી, સૌથી ઉત્તમમાં ઉત્તમ બંદગી છે, તે જાતે અનુભવથી જોઈ લેવું.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024