ભગવાન શ્રી ગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થી સતત દસ દિવસો સુધી મહાભારત કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી હતી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી હતી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. તેમને ખબર જ ન પડી કે કથાનો ગણેશજી પર શુ પ્રભાવ પડી રહ્યો છે.
જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીનુ તાપમાન ખૂબ વધી ગયુ હતું. તેમને તાવ આવી ગયો હતો.
મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈને ડુબકી લગાવડાવી જેનાથી તેમના શરીરનું તાપમાન ઓછું થયુ.
એવુ કહેવાય છે કે ભગવાન ગણપતિ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એ જ મૂર્તિમાં સગુણ સાકાર રૂપમાં સ્થાપિત રહે છે. જે મૂર્તિને ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવે છે.
એવી માન્યતા છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે.
ગણેશ સ્થાપના પછી 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીન રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે.
ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરયા નામની પાછળ ગણપતિજીનુ મયૂરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનું આહ્વાન કર્યુ. સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યુ અને છ ભુજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયાના જયકારા સાથે કરે છે.
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024