હસો મારી સાથે

એક શાકભાજીવાળો રોજ સોસાયટીમાં શાકભાજી વહેંચવા આવતો હતો. અને તે બધાને ઉધાર આપતો હતો. એ બધો હિસાબ એની ડાયરીમાં રાખતો હતો. સોસાયટીની કોઈપણ સ્ત્રીઓના નામ ખબર ન હતા છતાં તે નોટબુક કોણ કેટલી ઉધારી છે તે બધુ વિગતવાર લખેલું હતું. એટલે અમને નવાઈ લાગતી…
એક દિવસ તેની ડાયરી ચુપચાપ લઈ લીધી….
વિગત આ પ્રમાણે નિકળી: જાડી 32 રૂપિયા, કાળી 18, રૂપાળી 220 રૂપિયા
સાટીકડી 48 રૂપિયા, લાંબી 24 રૂપિયા, બાટકી 34 રૂપિયા, લિપસ્ટિકવાળી 52 રૂપિયા, ડુપ્લિકેટ હેમામાલીની 101 રૂપિયા, પોનીવાળી 104 રૂપિયા
અડધી ટકલી 45 રૂપિયા, બોયકટવાળી 90 રૂપિયા…….
***
નોરતા આવે છે…નવરાત્રીમાં ફાલ્ગુનીબેન અને કિંજલ બેન…ઇંધણા વીણવા આવશે અને રૂપિયા વીણી ને જતા રહેશે….

Leave a Reply

*