ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના વીસ્તારને ઝરેહ વોઉરૂકષ કહે છે. ઝરેહ વોઉરૂકષ પોતે તેજ બહારની હસ્તીની જગતનું પરિણામ છે, હસ્તીની જગતની તસવ્વર (સમજ) આપણા ખ્યાલમાં આવે નહીં. ત્યાં આસમાન-વાયુ છે પણ તેઓ એકમેકમાં મળ્યાજ કરે છે. આવી હસ્તીમાં પાયા તરીકે આથ્ર પુથ્ર અહુરહે મઝદાઓમાંથી આતરે બેરેઝો સવંઘહ નીકળીને અનગ્ર રઓચાઓ ઉભું કરે છે એટલે હમેશગીની રોશનીની ઝરવાને અકરનેની ગતિ કરે છે. અહીં બેરેઝ છે, ઉંચાઈઓ છે ગોયા અલંકારીક પહાડો છે, આમાંના એકનું નામ હુકઈર્ય છે. આ હુકઈર્યમાંથી આપ કહેતા નીસ્તી રચવાના આશીર્વાદો નીકળે છે. આ અપાંમ નપાત પોતે અહુર તરીકે થઈ એટલે નીસ્તી રચવાની સાહેબીના પરવાનાવાળો થઈને પોતે પોતામાં પડેલી ગતિઓ જેઓબી આપ તરીકે જ ઓળખાય છે, તેઓને પેલા પડી રહેતા હુઈકર્યના આશિર્વાદોથી પકવી ગવ-ચીથ્ર રૂપ કરીને આગળ દોરવે છે. ઉપર આથ્ર પુથ્ર અહુરહે મઝદાઓની ગતિ જોઈ, જેમાંથી આંતરે બેરેઝો સવંઘહની આતશી ગતિ અને બીજા હસ્તીના આતશો થયા છે. આ બધા આતશો હસ્તી નીસ્તીના જગતોનો વિસ્તાર છે. તેઓ દોરાનરૂપમાં એક એકને ઘેરી રહે છે. બધું મળીને દાદાર પોતામાંથી 14 દોરાનરૂપ-વિસ્તારો કાઢે છે. જેમાના છ વિસ્તારો એટલે મીનોઈ આતશોની પહેનાઈ અને દોરન ઉપર હસ્તીનું જગત ઉભું થયું છે અને સાતમાં મીનો કરકોના દોર ઉપર અને તે દોર પછીના બીજા આઠ દોરાનરૂપ વિસ્તાર ઉપર નીસ્તી ગેતી ઉભી થઈ છે
દાદારમાંથી નીકળેલા આથ્ર પુથ્ર અહુરમઝદના આતશી વિસ્તારમાંથી બીજા પાંચ વિસ્તારો નીકળી તેઓ ઉપર હસ્તીનું જગત થઈ રહે છે તેની નોંધ લીધી. આ છઠ્ઠા વિસ્તાર ઉપર જે હસ્તીના જગતનો ભાગ એટલે અસ્મ છે તેમાં અપામ નપાત નામની જગા છે, કુંડ છે. સાતમો દોરાન કરતો વિસ્તાર નામે મીનો કરકો, અપાંમ નપાત નામની મીનોઈ જગા-કુંડ આગળથી શરૂ થઈને દોરાન રૂપ વિસ્તારમાં નીસ્તી ઉભી થવા માટે કરીને ફરી રહ્યો છે. આ આતશ ગોયા તે આથ્ર પુથ્ર અહુરમઝદજ છે. હુકઈર્ય પહાડ જે હસ્તીની જગત કે જેમાં નવ આસમાનો છે તેવા જગતના પાયારૂપ છ આતશી વિસ્તારોમાંના બીજા આતરે બેરેઝો સવઘંડના વિસ્તાર ઉપરના બીજા અસ્મ નામે અનગ્ર રઓચાઓને લગતો એક અલંકારિક પહાડ છે તે પહાડ પરથી વરસ્તા આશિર્વાદો અપાંમ નપાતની ગતિને તેઝ કરીને આ મીનો કરકોમાં મોકલે છે જેમાંથી ઝરેહ વોઉરૂકષ થઈ રહે છે એટલે નીસ્તીની ભુગોળ થઈ રહે છે. અપાંમ નપાતનું મરકઝ હસ્તીમાં કર્યા છે તેને હસ્તીનાં બીજા અસ્મો અષ્નો સાથે શું સંબંધ છે, હસ્તીના અસ્મોનાં ફરવાથી તે અપાંમ નપાતની ગતિ કેમ ચલીત થાય છે, હસ્તીનાં અસ્મોના ફરવામાં હુકઈર્ય પહાડનું આપ શું ભાવ ભજવે છે એટલે ગરદુને ગરદાનનો ભેદ નીસ્તીને અપામ પનાતમાંથી ઉભો કરવાનો શું છે. તેની ગુહ્યા બીકટ વિગત કહેવાનો આ મોકો નથી. હયાં તો આટલું જ માની લેવાનું છે કે અનગ્ર રચનાઓના હુકઈર્ય પહાડમાંથી અપ=આશીર્વાદનું પાણી અપામ નપાતમાં પડીને અપામ નપાતમાંથી ગતિને કાઢીને મીનો કરકોમાં મોકલે છે, જેમાંથી ઝરેહ વોઉરૂકષ=કુલ નીસ્તીને ઘેરતો ઉભો કરતો આસ્માનનો ચકરાવો ઉભો થાય છે. આ ઝરેહમાંથી નીસ્તી ઉભી થાય છે, જે હાડમંદ છે, ઝમાન-જમીનવાલી છે, ઝરેહ વોઉરૂકષની બહાર રહેલી હસ્તીમાં આવો બનાવ જમીન-ઝમાનનો નથી. આવો બનાવ તો મીનો કરકોની ગતિથી ઉભો થાય છે. ત્યારે મીનો કરકોમાં એવી ગતિ છે કે હસ્તીના આશીર્વાદોમાંથી થયેલા અપામ નપાતના પાણીમાંથી જ એટલે ગતીમાંથી જ નીસ્તી એવી કરે છે કે જે હસ્તીથી તદ્દન જુદી હમેશગી બદલાય અને તેથી હસ્તીના સીધા સંબંધ વગરની થઈ શકે છે.
(વધુ આવતા અંકે)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024