ગ્લોબલ વર્કિંગ ગ્રુપ તેમની વાર્ષિક મિટીંગમાં મોબેદસને નાણાકીય ટેકો આપવાનું નકકી કર્યુ છે. જેઓ આપણા કોમની આધ્યાત્મિક જરૂરિયાતોને વળગી રહ્યા છે, કમનસીબે તેમની વૃધ્ધાવસ્થામાં આર્થિક પડકારોના સંજોગોમાં પણ અસ્તિત્વ જાળવી રાખેલ છે.
ધી ઝોરોસ્ટ્રીયન ચેરીટી ફંડઝ ઓફ હોંગકોંગ, કેન્ટોન એન્ડ મકાઉ એ પહેલ કરી અને સફળતાપૂર્વત વિદેશ આધારિક કોર્પોરેટને આ દરખાસ્ત માટેની નાણાકીય સહાય માટે વિશ્ર્વાસમાં લીધા છે.
આ માટે નાણાકીય મદદ માટે નકકી કરવામાં આવ્યું છે કે:
- આર્થિક રીતે નબળા મોબેદ દંપત્તિ (કપલ) અથવા અપરિણિત (સીંગલ) મોબેદ અથવા વિધુર મોબેદ, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કે જેમની કુલ માસિક આવક રૂા. 50,000થી ઓછી હોય.
- આર્થિક રીતે નબળા મોબેદના વિધવા સ્ત્રી, 60 વર્ષ કે તેથી વધુ ઉમરના કે જેમની કુલ માસિક આવક રૂા. 25000થી ઓછી હોય.
ધી ઠણઘ ટ્રસ્ટ ફંડસને મોબેદસની પેન ઈન્ડિયા ની યાદીનું સંકલન કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે, જે મુજબ ઉપરોકત દર્શાવલ માપદંડને પાત્ર અને જેઓ મદદ મેળવવા ઈચ્છા રાખતા હોય, તેઓને ત્રિમાસિક ધોરણે મદદ વહેંચવામાં આવશે.
રસ ધરાવતા અરજદારોના બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ, બેન્ક પાસબુક અને અન્ય સંબંધિત દસ્તાવેજો ચકાસણી માટે જરૂરી છે.
જાન્યુઆરી/માર્ચ 2019ના ત્રિમાસિક સમયગાળાથી આ યોજનાને શરૂ કરવાનો ઈરાદો હોય, ઉપર જણાવેલ પાત્રતા ધરાવતા અને આર્થિક મદદ મેળવવામાં રસ ધરાવતા; મોબેદ કપલ અથવા અપરિણિત મોબેદ અથવા વિધુર મોબેદ અથવા મોબેદના વિધવા સ્ત્રી તુરતજ ઉંમર, આવક દર્શાવી અને દરેક અરજદારના બે ફોટોગ્રાપસ સાથે નીચે દર્શાવેલ સરનામા પર મહેરબાની કરી 30મી નવેમ્બર, 2018 પહેલા માળે તે રીતે લેખિત માહિતી મોકલો:
ધ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ,
સી-1, હર્મસ હાઉસ, મામા પરમાનંદ માર્ગ,
ઓપેરા હાઉસ, મુંબઈ 400004.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025