હસો મારી સાથે

મારા પગ દુ:ખે છે, મારા ઘુંટણ દુ:ખે છે, મારી કમર દુ:ખે છે, પગમાં કળતર થાય છે, પગના તળિયે બળતરા થાય છે, જેવા બહાના બનાવતી ઘરવાળીઓ હવે જો જો નવરાત્રિમાં કેવા કૂદી કૂદીને ગરબા રમશે.

****

આજથી એ બધા દોસ્ત ખાસ છે જેની પાસે નવરાત્રીના પાસ છે..

****

કવિતા: તું દરરોજ નવા નવા ચણિયા-ચોળી કેવી રીતે પહેરીને આવી શકે છે?

વનિતા: હું તો ઈન્ટરનેટપરથી દરરોજ એક ચણિયા-ચોળી મંગાવું છું, રાત્રે પહેરૂ છું અને સવારે ફીટીંગ બરાબર નથી કહીને પાછું મોકલું છું…

***

એટલી ગરમી પડે છે કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે,

કોઈને આવડે છે?

**

આ વખતે ગરમીએ પણ નકકી કરી નાખ્યું લાગે છે કે આવી છું તો હવે દિવાળી કરીને જ જઈશ..

 

About  હોશંગ શેઠના

Leave a Reply

*