ફાડા લાપસી

સામગ્રી: એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું, એક કપ સાકર, બે કપ પાણી, ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, 12થી 15 દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબા સમારેલાં.

રીત: એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે કપ પાણી ઉમેરો. પાણીને ઊકળવા દો અને ફાડાને ધીમા તાપે ચઢવા દો. લાપસીને સરખી રંધાવા દો. હવે એમાં ખાંડ ઉમેરી દો. લાપસી બરાબર રંધાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં એલચીનો ભૂકો ઉમેરી સરખી રીતે ભેળવી દો. હવે છેક છેલ્લે બદામ તેમ જ પિસ્તાંથી લાપસીને ગાર્નિશ કરો. સર્વિંગ-બાઉલમાં ગરમાગરમ સર્વ કરો. તમે પાણીના બદલે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો.

Leave a Reply

*