હેલોવીન તહેવાર આ યુરોપિયન દેશોમાં 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જેમ પિતૃપક્ષ હોય છે તેજ રીતે યુરોપિયનો પોતાના પિતૃઓ માટે હેલોવીનની ઉજવણી કરવાની પદ્ધતિ છે. વધુ ધાર્મિક વલણ ન આપતા ભૂતાવળ તરીકે આ ઉત્સવને આનંદ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ હતી. આ તહેવાર સલ્ટિક જાતિના લોકો નવા વર્ષની પૂર્વ સાંજ તરીકે કરે છે.
હકીકત એ છે કે આ તહેવારને ભોપળાનો ઉત્સવ કહેવાય છે. આ મોસમમાં બધી બાજુએ નાના મોટા ભોપળા દેખાવા લાગે છે. આ મોસમમાં વડીલો બાળકોને ભોપળાના દેખાવ જેવી કેન્ડી આપે છે. તેમજ આ દિવસે જેક-ઓ-લટર્ન તૈયાર કરવામાં આવે છે. જેમાં પોકળ ભોપળાને આંખો, નાક અને ચહેરો બનાવવામાં આવે છે તેમજ તે ભોપળામાં કેન્ડલ સળગાવવામાં આવે છે. અને છેલ્લે એ ભોપળાને દાટવામાં આવે છે. આ રીત પ્રમાણે મૃતકની આત્માઓ સાસારિક લોકોની સામે તેમનો સાક્ષાત્કાર થાય છે એ માનવામાં આવે છે. આ દિવસ આ મોસમનો છેલ્લો દિવસ છે અને આ મોસમ પછી શિયાળો ચાલુ થાય છે. આ દિવસે મૃત લોકોની આત્મા પૃથ્વીપર આવે છે એમ માનવામાં આવે છે. કેટલીક આત્માઓ જીવતા લોકોને તકલીફ ન આપે તે માટે લોકો ભુતાવળનો પહેરવેશ ધારણ કરી આ તહેવાર મનાવે છે. કેમ્પ ફાયર સળગાવી તેમા મૃત જનાવરોના હાડકા ફેંકે છે અને તેની આસપાસના નૃત્ય કરે છે. આ દિવસે ભરપૂર કેન્ડી બનાવી લોકો બાળકોને આપે છે. છેલ્લે આ તહેવાર પિતૃઓની યાદગીરીમાં તેમને માન આપવા ભૂતાવળનો પહેરવેશ ધારણ કરી આનંદપૂર્વક ઉજવવામાં આવે છે.
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025