એક પિતા એ તેના પુત્રને કહ્યું મારી અંતિમ વિધિમાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાધ્ધ કરવામાં પાંચ કલાક. તો હું એમ કહું છુ કે આ બંને વિધિમાંથી તને મુક્ત કરૂં છું.
મારી બોડીનું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ 8 કલાકનો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે અને 8 દિવસ સુધી રોજ 1 કલાક મારી પાસે બેસ…
કડવું સત્ય છે પ્રમાણિક પણે સ્વીકારવા જેવું છે. આપ ગમે તેટલા વ્યસ્ત હો, ઓફીસ ના સમયમાંથી માત્ર એકાદ બે મિનીટ નો સમય કાઢી ને ઘરે ફોન કરો મમ્મી-પપ્પા જમ્યા? દવા લીધી? કામ ઘણું છે છતાં હું જલ્દી આવી જઈશ.. (માતા પિતાનો જવાબ મળશે નિરાંતે આવજે બેટા ) અને ઘરે આવી, ટીવીનું બટન અને છાપુ છોડી મમ્મી-પપ્પા પાસે બેસી ખબર પૂછો તો તેજ કહેશે, બેટા થાકી ગયો હોઈશ, જા હાથ-મો ધોઈને જમી લે અને આરામ કર.
માત્ર વડીલોને 1 કલાક આપવાથી તેમના 23 કલાક સારા જશે.
અને અડધી બીમારી દવા વગર સારી થઇ જશે…
પછી તસ્વીર લાગણી નહિ સમજી શકે અને ફૂલ ગયું ફોરમ રહી ગઈ તેમ પેપરમાં આપવાની જરૂર નથી..
તેના કરતા, તે પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધ ને અને જરૂરિયાત વાળા ને આપો. પિતા ને રસ્તો ક્રોસ કરવો છે.
તમે એકદમ ફ્રી છો હવે પિતા ને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે તેમ વિચારી નોકર ને કહો તો તે પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ પિતા ને નોકરના સ્પર્શમાં દીકરાના સ્પર્શ નો આનંદ અને સંતોષ નહિ મળે તમે જો ઉભા થશો તો પિતા જ કહેશે તું બેસ, કામ કર રામુ ક્રોસ કરાવી આપશે અહી તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી તરફ કામ કરશે વડીલોની જરૂરિયાત સીમિત હોય છે.
કોઈ વખત માતા પિતા ને તેની જરૂરી ચીજ ચુપ ચાપ લાવી સર પ્રાઈઝ આપી છે?
એક વખત ટ્રાય કરો તેની આંખનો ખૂણો જુઓ સ્વર્ગ દેખાશે. ઉમર થતા વડીલોનો સ્વભાવ થોડો બદલે છે ત્યારે વિચારવું હું પણ વૃદ્ધત્વની હરોળમાં ઉભો છુ..
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025