મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમારૂં માથુ ઠેકાણા પર નહીં રહે. માનસિક તેમજ શારિરીક ચિંતા વધી જશે. જ્યાં તમે પોઝીટીવ ધારશો ત્યાં નેગેટીવ રીઝલ્ટ મળશે. નાણાકીય ખેચતાણ રહેશે. અચાનક તબિયત બગડવાના ચાન્સ છે. જયાં કામ કરતા હશો ત્યાં શત્રુઓ વધી જશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ભુલ્યા વગર ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.
Rahu’s rule till 3rd February calls for you to keep calm. Take care of your mental and physical wellbeing. There could be negative outcomes. Financially, you could face constraints. You may have to deal with adversaries at your workplace. You could feel restless. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 29, 30, 31, 1.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામની સાથે તમારાથી બનશે એટલી ચેરીટીનું કામ કરી શકશો. ગુરૂની કૃપાથી દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ઘરવાળાનો પ્રેમ તમે ધારશો તેના કરતા વધુ મળશે. ઘરમાં શાતિનું વાતાવરણ હોવાથી કામ કરી વધુ પૈસા કમાવી શકશો. તંદુરસ્તીમાં વધારો થશે. નવા મિત્રો મળી રહેશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.
Jupiter’s rule till 22nd January nudges you towards doing charity alongside your routine work. You could receive anonymous help. Your family will shower you with immense unconditional love. Peaceful atmosphere at home will motivate you to work harder and earn more. Your health will improve. You could make new friends. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 30, 2, 3, 4.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
21મી ફેબ્રુઆરી સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા રોજબરોજના કામમાં વધુ ધ્યાન આપજો. એકસ્ટ્રા ધન કમાવી શકશો. નવા કામમાં સારા સારી થશે. લોકો તમને માન આપશે. તબિયત બગડેલી હશે તો ચિંતા કરતા નહીં. ઘરમાં સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 31, 1, 3 છે.
Jupiter’s rule till 21st February, calls for you to pay greater attention to routine tasks. An increase in earnings is indicated. New ventures could reap profits. People will respect you. Avoid stressing about your health. You will be celebrating a happy occasion soon! Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 29, 31, 1, 3
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા માથા પર કરજદારીનો બોજો વધી જશે. કામમાં સફળતા નહીં મળે. તબિયતની ખાસ સંભાળ લેજો સાંધાના દુખાવાથી પરેશાન થશો. અગત્યના ડીસીઝન લેતા નહીં. શેર બજારમાં ઈનવેસ્ટ કરતા નહીં. બચાવેલા નાણા ખોટી જગ્યાએ ખર્ચ થઈ જશે. શનિના નિવારણ માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.
Saturn rules you till 24th January and hence your debts could increase. Success will not come easy. Take care of your health, especially if you suffer from joint pains. Postpone making important decisions. Avoid investing in share market. Your savings could get exhausted. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 29, 30, 2, 4.
LEO | સિંહ: મ.ટ.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામને પણ સહેલા કરી નાખશો. હીસાબી કામ પૂરા કરી શકશો. ઉધાર લીધેલા નાણા ચુકવી શકશો. કામકાજમાં ઉપરીવર્ગ તમારાથી ખુશ રહેશે. બુધની કૃપાથી તમારી ભુલો સુધારી કામ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.
Mercury’s rule calls for you to solve your problems intelligently. You will be able to complete all your financial transactions, as also pay back all your loans. Your seniors will appreciate your work. With the grace of Mercury, you could rectify errors at work. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 31, 1, 2, 3.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને તમારી રાશિના માલિક બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી 17મી ફેબ્રુઆરી સુધી તમે જે પણ કમાશો તે ઈનવેસ્ટ અવશ્ય કરજો. નવા કામ કરી શકશો. કામ વધારવા ગામ-પરગામ જઈ શકશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. મિત્રોનો સહકાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.
Mercury rules over you till 17th February, so invest your earnings wisely. You could start a new venture. Travel for business expansion is on the cards. Good news awaits you! Your friends will be supportive. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 29, 30, 2, 4
LIBRA | તુલા: ર.ત.
22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી મંગળ તમારા મગજને સ્થિર નહીં રાખે. રોજ બરોજના કામમા ભુલો થતી રહેશે. ધણી ધણીયાણીમાં મતભેદ થશે. તમારી તબિયત બગડવાના ચાન્સ છે. ઘરવાળા દરેક બાબતમાં પરેશાન કરશે. મુસાફરી કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 3 છે.
Mars’ rule till 22nd January calls for you to keep calm. You could make mistakes in your routine work. There could be among spouses. Take care of your health. You could face problems within your family. Avoid traveling. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 30, 31, 1, 3.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલ કામમાં બીજાઓ તરફથી માન મળશે. મુસાફરી કરી શકશો. ચંદ્ર તમને નાણાકીય ફાયદો અપાવશે. ઓપોઝીટ સેકસની વાત સમજી શકશો. જે પણ કામ લેશો તે પુરૂં કરશો. ઘરવાળાનો સાથ મળતો રહેશે. નાણાકીય લેતી-દેતી માટે સમય સારો છે. દરરોજ ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.
The Moon’s rule brings in appreciation from the workplace. Travel is indicated. There will be growth in wealth. You will understand the other gender better. You will be able to complete your tasks efficiently. Your family will be supportive. A good week to complete your financial transactions. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 30, 2, 3, 4.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી જાન્યુઆરી સુધી સુર્યની દિનદશા તમને આળસુ બનાવી દેશે. સરકારી કામ પૂરા નહીં કરી શકો. માથાના અને સાંધાના દુખાવાથી પરેશાન થશો. નાની બીમારી મોટુ રૂપ લેશે. લીધેલા કામ સમય પર પૂરા નહીં કરી શકો તે માટે મુદત વધારીને માંગી લેજો. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.
Sun’s rule till 6th January could cause restlessness. Postpone government related work. Take care of your health, especially if you suffer from headaches or joint pains – carelessness could cost you. Ask for a grace period to complete your tasks. To pacify Sun, pray ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 29, 30, 31, 1
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી તમારી રાશિના માલિક શનિના પરમમિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઓછા નહીં કરી શકો. ફેમિલી પાછળ ખર્ચ કરવો પડશે. ગામ-પરગામ જવાના યોગ છે. જૂના કે ચાલુ કામ કરવાથી ફાયદામાં રહેશો. અપોઝીટ સેકસનું અટ્રેકશન વધી જશે. ઘરમાં નવી ચીજ વસાવી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.
Venus’ rule till 14th January will bring you enjoyment and cheer. You could spend lavishly on your family. Travel is indicated. Completing pending tasks could benefit you. People from the opposite gender will find you attractive. You could make new purchases. Pray ‘Behram Yazad’ every day.
Lucky Dates: 29, 30, 2, 3.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમારા ઉપર શુક્રની ભરપુર કૃપા હોવાથી તમે કામકાજ સાથે મોજશોખ પણ વધી જશે. મિત્ર કે ફેમિલીમાં મતભેદ થયેલ હશે તો તમારા થકી સુલેહ થઈ જશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી મનપસંદ વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 30, 31, 1, 4 છે.
With the grace and blessings of Venus, you could strike the perfect balance between work and enjoyment. Misunderstandings amongst friends and family should get sorted. A growth in wealth is indicated. A beloved could come to meet you. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 30, 31, 1, 4.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લુ અઠવાડિયુ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. લાલચમાં આવી કોઈ કામ કરતા નહીં. ઉતરતી રાહુની દિનદશા નાણાકીય મુશ્કેલી આપી જશે. ઘરવાળા તમને માન-સન્માન નહીં આપે. રાતની ઉંઘ ઓછી થશે. 5મી જાન્યુઆરી સુધી કોઈ અગત્યની ચીજ ગુમાઈ જશે. આ અઠવાડિયામાં કામકાજમાં વધુ ધ્યાન આપજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 31, 2, 3 છે.
Rahu rules you for the next one week, hence avoid succumbing to greed. You could face financial constraints. Your family might seem disrespectful. You could experience sleepless nights. Try to stay alert, especially till 5th January, as it is possible you could misplace something important. Try to be more focused at work. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 29, 31, 2, 3
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024