ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે
1) તનની 2) મનની 3) રવાનની બંદગી
ઉરવાનની બંદગી: આ પ્રમાણે તનની તથા મનની બંદગીનો પાયો રચવાની સાથે અવસ્તા માંથ્રનૂહ ઘણુંજ મોતેબર ભણતર તથા દીની તરીકતોને અમલમાં લીધાં હોય યાને પાળ્યાં હોય તે જે આપણા રવાનનો ખરેખરો ખોરાક છે, તો પછી ખરેખર અવસ્તા કલામોની અને દીની તરીકતોની એજમતી અસરો તે ભણનાર મેળવી શકે છે અને આથી પોતાનું ઉરવાન જે એક જાતના બાતેની અંધકારમાં ચાલુ ફસેલું છે. યાને દાદાર હોરમજદ તરફ ભાન-ભુલું થયેલું છે, તે ભાન-ભુલાપણાંમાથી ધીમે ધીમે દૂર થઈ જે ઉરવાનની પોતાની વૃધ્ધિ કરવાની નેમ માટે તેણે જન્મ લીધો છે તે પાર પડે છે. અને ઉરવાન પોતાનું ઉંચ મીનોઈ ભાન (બઓદાંગ) મેલવી સડસડાટ વધુ ઉંચ ભુવનોમાં જાગ્રત થતું જાય છે જેથી દુજખ યાને ફરીથી હ્યાં આ દુનિયામાં જનમ-મરણના ચકરાવામાં સપડાતું નથી. આપણા ઉરવાનની વૃધ્ધિને લગતા દીની કાયદાઓ પ્રમાણે એક માણસ જો ચોકકસ હદની દીની તરીકતો પતમાન પર રહી યાને સમતોલપણું જાળવી (યાને ખાસ જોઈતાં જરૂરીયાતી મરક જ ઉપર સાબેત કદમ રહી) જમાના મુજબ પાળી અશોઈથી ચાલી ચાલુ જીંદગી ગુજારે તોજ તેને આ દુનિયામાં પાછો ફેરો ખાવો પડતો નથી, યાને દુજખ થવું પડતું નથી. નહીં તો તેને જરૂર આ દુનિયામાં તેના બાતેની બદ આચારવિચાર અને રહેણી કરણીથી બંધાયેલી અસ્વચ્છ અઈપીના પ્રમાણ પ્રમાણે પાછા અને પાછા ફેરા ખાવા પડે છે, પછી તે ઉરવાન પારસી, હીંદુ, મુસલમાન વગેરે કોઈબી બીજા ધર્મને લગતું હોય. આપણા ગયા ભવના તેમજ આ ચાલુ ભવના પોતીકા અચાર વિચાર અને રહેણીકરણીને લીધેજ તમામ સુખો તેમજ તરેહવાર દુ:ખ આફતો આ દુનિયામાં દરેકને ભોગવવા પડે છે. આ જન્મ-મરણની હાલતને ખાતર તો દુનિયાની તમામ ચલવળો કુદરતી કાયદે ચાલી રહી છે.
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024