નવસારીના પારસી સમાજના ભવિષ્યની ઓળખ માટેના ત્રણ ખૂબ જ અગત્યના પાસાઓની ઓળખ અને તે માટે કાર્ય કરવા માટે લોકલ કમિટિ ઓફ The WZO Trust નવસારીએ તા. 20-1-2019ને રવિવારના રોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓરફનેજ, સીરવઈ પાર્ટી પ્લોટ, નવસારી મુકામે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થશે.
- આપણા મોબેદ સાહેબો (ધર્મગુરૂઓ)
એ વાત ખૂબ જ પ્રચલિત છે કે, કોઈ પણ જાતિ તેના ધર્મના મજબૂત પાયા વિના ટકી શકતી નથી. આપણા પારસી જરથોસ્તી સમાજની સફળતા અને અસ્તિત્વને ટકાવી રાખવાનો સીધો સંબંધ નિ:શંકપણે આપણો ધર્મ અને આપણા ધર્મગુરૂઓ જ છે.
નવસારીને ઘણી વખત ‘ધર્મની ટેકરી’ અને ‘વેટીકન ઓફ ધ પારસીસ’ તરીકે સંર્દભવામાં આવે છે, એ આપણું સદનસીબ છે કે આપણા સમાજને વ્યાજબી (સારી) સંખ્યામાં ધર્મગુરૂઓ મળ્યા છે કે જેમનું વલણ સમાજની આધ્યાત્મિક જરૂરિયાત સંતોષવાનું રહ્યું છે. The WZO Trust નવસારીના લોકલ કમિટિ મેમ્બરોએ ખૂબ જ યોગ્ય વિચાર્યુ કે નવસારીના મોબેદ સાહેબોના સદકાર્યનો જાહેરમાં આભાર માનવો જોઈએ. The WZO Trust અથોરનાન મંડળના સહયોગથી છેક ઈ.સ. 1996થી સક્રિય રીતે મોબેદ સાહેબના કાર્યને સમર્થન આપી રહ્યું છે અને બન્નેએ સંયુકત રીતે “Empowering Mobeds’ ના સર્જનનો વિકાસ કર્યો છે અને અમારા લોકલ કમિટિ મેમ્બરોએ તેમની આ પહેલને આગળ વધારવા ફળદાયક સાબિત થયા છે. આ પહેલના પરિણામે, આજે નવસારીમાં 19 પૂર્ણકાલીન (ફુલ ટાઈમ) મોબેદો જેમાં 7 મોબેદ સાહેબો છેલ્લા 25 વર્ષ કરતા વધુ વર્ષોથી કાર્યરત છે અને 13 અંશ:કાલીન (પાર્ટ ટાઈમ) મોબેદો અને બીજા હાલમાં નવા બનેલા 3 મોબેદ (બચ્ચાંઓ) કે જેઓએ હમણાં પોતાના શાળા અભ્યાસ સાથે મોબેદ કાર્યને પણ અનુસરે છે, કુલ્લે 35 મોબેદ સાહેબોનું કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે.
- યુવાનોને પ્રોત્સાહન અને પ્રેરણા
સ્થાયી સમુદાયને ટકાવવા અને વધારવા માટે અભ્યાસનું મહત્વ સમજી, અમારા The WZO Trust નવસારીના લોકલ કમિટિ મેમ્બરો છેલ્લા 15 વર્ષથી વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરે છે જેમાં નર્સરીથી માંડીને અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) કક્ષા સુધી જે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સારૂં પરિણામ મેળવ્યું હોય તેઓના રિઝલ્ટ મેળવી અને તેઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં 237 વિદ્યાર્થીઓને સન્માનવામાં આવશે.
- વસ્તી વિષયક:
સમાજ ફકત એટલું જ ન જાણે કે આપણે (પારસીઓ) કેટલી સંખ્યામાં છીએ, પરંતુ આપણે કયા વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા છીએ, જ્યારે તાત્કાલિક તબીબી સારવારમાં લોહીની જરૂરિયાત ઉભી થાય ત્યારે જુદા જુદા બલ્ડ ગૃપનું લોહી પૂરી પાડવામાં સહાયની સુવિધા થઈ શકે, સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવા પૂરી પાડતી સંસ્થાઓની સંખ્યા જાણવી એ પણ એટલું જ આવશ્યક છે. નવસારીના રહેવાસી પારસી જરથોસ્તીઓની એક ડીરેકટરી ઈ.સ. 1974માં છેલ્લી પ્રકાશિત થયેલ હતી, ત્યારબાદ આપણી કેટલી સંખ્યામાં છીએ એ જાણવું ફકત આવશ્યક ન હતું, પણ એ જાણવું પણ એટલું જ જરૂરી હતું કે આપણી વસ્તી કયા કયા વયજૂથમાં વહેંચાયેલી છે.
The WZO Trust નવસારીના લોકલ કમિટિ મેમ્બરોએ ખૂબ જ પીડાદાયક પ્રયત્ન પછી એક વ્યાપક ડીરેકટરી તૈયાર કરી છે જેમાં સંબંધિત આવી તમામ માહિતીઓનો સમાવેશ 204 પાનામાં થાય છે. આ ડીરેકટરી તા. 20મી જાન્યુઆરી, 2019ના કાર્યક્રમમાં પ્રકાશિત કરવામાં આવશે. દરેક પારસી જરથોસ્તી કુટુંબદીઠ આ ડીરેકટરીની એક કોપી આપવામાં આવશે. જે પારસી જરથોસ્તીઓ નવસારી સાથે સંર્પકમાં (જોડાણમાં) હશે, તેવા રસ ધરાવનારને પણ પોતાની વિનંતી મુજબ આ ડીરેકટરીની કોપી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અમારા નવસારીના લોકલ કમિટિ મેમ્બરો તેમજ છેલ્લા થોડા મહિનાઓથી માહિતી ઉઘરાવનાર મદદ કરનાર સ્વયંસેવકો, વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરો પાડી અને મોબેદ સાહેબોનું લીસ્ટ તૈયાર કરવામાં તેમજ સફળતાપૂર્વક વાર્ષિક કાર્યક્રમ પાર પાડવામાં મદદ કરનારોનો ઝવય ઠણઘ ઝિીતિં ના ટ્રસ્ટીઝ, અંત:કરણપૂર્વક આભાર વ્યકત કરે છે.
શ્રી મરઝબાન જમશેદજી ગ્યારા કે જેઓએ નવસારીની 54 પારસી સંસ્થાઓના નકશા તૈયાર કરવાની કલ્પના કરી અને ડીરેકટરી તૈયાર કરવામાં સક્રિય રીતે જોડાયા તે બદલ તેમનો ખાસ આભાર માને છે.
મોબેદ સાહેબોને માન આપવા, આપણા યુવાનોને ઉત્તેજન આપવા અને પ્રોત્સાહિત કરવા અને સાથે સાથે નવસારીના પારસીઓ વિશેની માહિતીનું ડિરેકટરી સ્વરૂપે વિમોચન થવાના કાર્યક્રમમાં આપ સાથી બનશો. પારસી જરથોસ્તીઓ ખુબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં પધારશો તો ઘણું યોગ્ય રહેશે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024