સામગ્રી: 1 1/2 કપ મેંદો, 3 ઈંડા, 1 કપ ખાંડ, 3/4 કપ માખણ, 1 1/2 ચમચી બેકિંગ પાઉડર, ચપટી મીઠો સોડા, ચપટી મીઠું, 6 અનાનસના ગોળ ટુકડા (ડબ્બામાંના), 3 ચમચા ખાંડ, 6 ચેરી.
રીત: સોડા, મીઠું, બેકિંગ પાઉડર અને મેંદો ચાળી લો. ખાંડ, માખણ અને ઈંડાં બરાબર ફીણીને મેંદામાં મિક્સ કરો. પછી પાંચ-સાત મિનિટ બરાબર ફીણો.
કેકનું બેટર ટિનમાં ફેલાવી દો. દરેક ટિનમાં એક એક અનાનસનો ટુકડો મૂકો અને વચ્ચે ચેરી મૂકો. ગરમ ઓવનમાં 170 ડિગ્રી સેન્ટિગ્રેડ પર 35 થી 40 મિનિટ બેક કરો. એક સળિયો નાખી ચેક કરો. જો ચોંટે તો થોડી વધુ વાર ઓવનમાં રાખો. બધી કેક પ્લેટમાં ઊંધી કરી દો. ગરમ અથવા ઠંડી પીરસો.
Latest posts by PT Reporter (see all)
- બરોડાની કોન્ટ્રાક્ટર આદરિયાને 102માં સાલગ્રેહની ઉજવણી કરી - 8 March2025
- વિસ્પી ખરાડીએ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો - 8 March2025
- પારસી મહિલાઓનું સશક્તિકરણ:મહિલા દિવસનું મહત્વ - 8 March2025