Your Moonsign Janam Rashi This Week –
09 February, 2019 – 15 February, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્ર જેવા શુભ ગ્રની દિનદશા 13મી એપ્રિલ સુધી ચાલશે. તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. થોડી મહેનત કરવાથી ફાયદો થશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમે ધારશો તેના કરતા વધારે કમાશો. ગામ-પરગામ જઈ શકશો. મિત્ર મંડળમાં તમારૂં માન વધી જશે. જ્યાં જશો ત્યાં આદર સત્કાર થશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 11, 15 છે.

Since Venus rules you till 13th April, you will be able to restart your work which was earlier difficult to accomplish. Hard work will pay off. Financially things will be stable. You will earn more than you expected. Travel is indicated. Your friends will appreciate you greatly. To seek the blessings of Venus, pray to ‘Behram Yazad.’

Lucky Dates: 9, 10, 11, 15.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલુ હોવાથી રોજ બરોજના કામમાં મુશ્કેલી આવતી રહેશે. તબિયતની સંભાળ રાખજો પ્રેશરથી પરેશાન થશો. રાહુને કારણે દવા પાછળ ખર્ચ થશે. ફેમિલી મેમ્બરની તબિયતની ચિંતા થશે તેઓનો તમને સાથ નહીં મળે.  નાણાકીય મુશ્કેલી આવતી રહેશે. ધનનો ખર્ચ વધવાથી મનથી નબળા પડી જશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

With Rahul ruling you till 4th March, you will find obstacles in your everyday chores. Take care of your health, especially blood pressure could pose an issue. You could end up spending a lot of money on medication. Though you will be concerned about the health of family members, they might not be cooperative with you. Financial constraints are indicated. Your expenses will stress you out. Pray daily ‘Mahabokhtar Nyaish.’

Lucky Dates: 12, 13, 14, 15.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમને માન સન્માન મળતું રહેશે. કોઈ પણ કામમાં મુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 21મી પહેલા ફેમિલીમાં નાનું ગેટ ટુ ગેધર થવાના ચાન્સ છે. તબિયતમાં સુધારો થશે. અગત્યના કામો 21મી પહેલા પૂરા કરી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9,10, 11, 12 છે.

Jupiter rules you till 21st February, bringing in fame and appreciation. All your work will go smoothly. Financial stability is indicated. There are chances of a get together at home before the 21st of February. Health will improve. Complete all important tasks before the 21st of February. Daily, pray the ‘Sarosh Yasht.’

Lucky Dates: 9,10, 11, 12.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે ઓછી મહેનત અને વધારે ફળ મેળવી શકશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. તમારા દુશ્મન તમારૂં ખરાબ નહીં કરી શકે. નવા કામમાં સફલ થવા માંગતા હો તો નવા કામ સોમવારે કે ગુરૂવારે શરૂ કરજો. નોકરીમાં નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.

Jupiter’s rule till 23rd March brings in greater success than you have worked for. A favourite person will come visiting. You will get anonymous support in all areas. Your detractors will not be able to affect you. To ensure success in new ventures, initiate all work on Mondays and/or Thursdays. You can expect a promotion at work. You will be blessed with an inflow of wealth. Daily pray the ‘Sarosh Yasht.’

Lucky Dates: 10, 13, 14, 15.


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાની બાબદમાં પણ મુશ્કેલીમાં આવશો. સીધા કામ પણ પૂરા નહીં કરી શકો. તમે જે પણ વિચારશો તેના કરતા ઉલટુ થશે. ખાવા પીવા પર ધ્યાન નહીં આપો તો પેટની માંદગીથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. શનિનું નિવારણ કરવા દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 11, 12, 14 છે.

Till 23rd February, Saturn’s rule could pose impediments even in small matters. Even simple work might pose challenges. Your thoughts / plans could backfire. Pay attention to what you eat, else you could undergo digestive issues. You could end up arguing with elders over financial matters. To placate Saturn, daily pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 9, 11, 12, 14.


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધની દિનદશા ચાલુ હોવાથી કરકસર કરી થોડું ધન અવશ્ય બચાવી શકશો. બચાવેલ નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. મિત્રોને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફાયદો થવાના ચાન્સ છે. ઘરમાં મહેમાનની અવર જવર વધી જશે. દરરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.

With Mercury’s ongoing rule, you will be able to save money and invest the same profitably. You will win over friends with your honest advice. Financially, this will be a good week, and profits are indicated. Your house could be teeming with guests. Pray the ‘Meher Nayaish’ daily.

Lucky Dates: 10, 13, 14, 15.


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધની દિનદશા ચાલુ હોવાથી નવા મિત્રો મળવાના ચાન્સ છે. કામ વધારવા માટે ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. મુસાફરીમાં જતા ફાયદો મળવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બચત કરીને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Mercury’s ongoing rule increases your chances to make new friends. You will get the opportunity to travel for work expansion. Travel will bring in gains. Financially things look good – ensure to make investments. Daily pray ‘Meher Nyaish.’

Lucky Dates: 9, 10, 11, 12.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલશે. તેથી તમે લીધેલા ડીસીઝનમાં ક્ધફયુઝ રહેશો. મગજનો કાબુ જલદી ગુમાવી દેશો. ઘરમાં ભાઈ બહેન તથા વડીલ વર્ગ સાથે મતભેદ થવાના ચાન્સ છે. ઘરમાં નવું વાહન લેવાનો વિચાર કરતા નહીં. સાથે કામ કરનારનો સાથ નહીં મળે. મંગળને શાંત કરવા માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.

With Mars ruling you till 21st February, you could get confused about your decisions. You might not be able to control your temper. At home, you could enter into arguments with siblings as well as elders. Avoid buying a new vehicle for the current time. Your colleagues will not be supportive. To pacify Mars, pray daily ‘Tir Yasht’.

Lucky Dates: 10, 13, 14, 15.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી શાંત અને મનની નેક મુરાદ પૂરી કરનાર ચંદ્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામ પહેલા પૂરા કરી લેજો. નફા નુકસાનનો વિચાર કરતા નહીં. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 15 છે.

With the Moon ruling you till 23rd February, try and complete all your important tasks first, without contemplating too much about profit or loss. Short travel is indicated. Home will be peaceful. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 10, 11, 12, 15.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારે લાંબો સમય ચંદ્રની દિનદશામાં પસાર કરવાનો છે. તેથી જે પણ ગુમાવેલ હશે તે પાછું મેળવી શકશો. ઘરમાં શાંતિ રહેવાથી કામો સહેલાઈથી કરી શકશો. 23મી માર્ચ સુધી જે પણ પ્લાન બનાવશો તેમાં સફળતા મળશે. વડીલવર્ગની ચિંતા નહીં રહે. ધનલાભ મળી રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.

Since the Moon rules you over a lengthy phase, you will be able to retrieve items you had lost earlier. Peace at home will help you work efficiently. Your plans will achieve success, up to 23rd March. Do not worry about your elders. Wealth will increase. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 9, 10, 13, 14.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા પાંચ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઓપોઝીટ સેકસ સાથે સંબંધ સુધારી શકશો. 14મીથી 20 દિવસ સુર્યની દિનદશા મગજનો ભાર વધારી દેશે. માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલવર્ગ સાથે મતભેદ પડવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Venus rules you over the next five days. You will be able to improve relations with people from the opposite gender. For 20 days from 14th February, the Sun’s rule will increase mental stress, and could cause you headaches. Government-related work will not be successful. Arguments with the elderly is indicated. Daily, pray ‘Ya Beshtarna’ 101 times, while remembering ‘Behram Yazad.’

Lucky Dates: 9, 10, 11, 12.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. કામમાં બીજાના મદદગાર થઈ તેમનું દિલ જીતી લેશો. નાની મુસાફરી કરી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડી ઘણું ઈનવેસ્ટેમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.

With Venus’ rule till 14th February, you will win over people by being helpful to them. Short travel will be possible. Health will be good. Financially, things will be stable. Try to make investments. Daily, pray to ‘Behram Yazad.’

Lucky Dates: 9, 10, 13, 14.

Leave a Reply

*