જેહાન પોતાની પત્ની અને દીકરા રાયન સાથે સંજાણ ફકત બે અઠવાડિયા માટે પોતાના ઘરે આવ્યો હતો. એમ તો તે અમેરિકા રહેતો હતો પરંતુ દર બે વરસે પોતાના કુટુંબને લઈને નવરોઝ ઉજવવા સંજાણ અવશ્ય આવતો હતો. સંજાણમાં એના મમ્મી જરૂ અને પપ્પા જહાંગીર તથા તેના માસી-માસા, કાકા-કાકી એમ થોડા સગાસંબંધીઓ સંજાણમાંજ રહેતા હતા.
આ બે અઠવાડિયામાં જેહાનને ઘણાજ કામ પતાવવાના હતા જેવા કે બેન્ક, પોસ્ટ, શેરબજાર, ઈન્સ્યોરન્સ કંપની જયાં જયાં પૈસા ઈનવેસ્ટ કર્યા હોય ત્યાં જવાનું હતું. પોતાના સગાસંબંધી, મિત્રો વગેરેને પણ મળવાનું રહેતું.
સવારથી જેહાન અને શિરીન રાયનને લઈને નીકળી પડે છે. બીજે દિવસે નવરોઝનો મુબારક દિવસ હતો એટલે કોઈ કામ કરવાનું નહોતું. આજે જ બધું આટોપી લેવાનું હતું. બહાર જતી વખતે શિરીન પોતાની સાસુને કહે છે નમમ્મી તમે રસોઈમાં કંઈ બનાવશો નહીં, બહારથી અમે લેતા આવશું. શિરીનની વાત સાંભળી જરૂ કંઈ બોલતા નથી પણ તેઓ એમની રીતે દાળ-ભાત, રોટલી-શાક બનાવે છે.
જેહાન અને શિરીન બહારથી જે જમવાનું લાવે છે તે જરૂ અને જહાંગીર ફકત ચાખવા પૂરતું ચાખે છે. જેહાન આ જોઈને બોલે છે, નપપ્પા તમે કેમ અમારૂં લાવેલું ખાતા નથી. મમ્મીને અમે કહીને જઈએ છીએ કે તું રસોડામાં કંઈ બનાવીશ નહીં પરંતુ મમ્મી રોજ રસોઈ બનાવે છે અને તમે એનું બનાવેલું જ ખાઓ છો.
જહાંગીર બોલ્યા, નબેટા બહારનું ચટકોદાર, તળેલું અમને માફક ન આવે તેથી મમ્મી જે સાદુ અને ઝટ પચી જાય એવું ખાવાનું બનાવે છે અને તે હું ખાઉં છું. બહારનું હું ખાતો નથી.
નપણ તમારે રોજ કયાં ખાવાનું છે? અમે અહીં છીએ તો લાવીએ છીએ અને પપ્પા તમે તો ખાવાના શોખીન છો. તમારી ઉંમરના બીજા લોકો કેટલુંય ખાતા હોય છે.થ શિરીને જવાબ આપ્યો.
જહાંગીર બોલ્યા, નબધા ખાતા હોય છે અને પછી ડોકટરને ત્યાં દોડતા પણ હોય છે. મારે ત્યાં નથી દોડવું. મને તંદુરસ્ત રહેવું છે અને પૂરા સો વરસ જીવવું છે.
શિરીન બોલી, નપપ્પા, તમે સો નહીં પરંતુ સવાસો વરસ જીવશો. તમે 80 વર્ષના થયા પણ જ્યારે જુઓ ત્યારે કેટલા ફ્રેશ હો છો, તમે કદી થાકવાની કે કંટાળવાની ફરિયાદ કરતા નથી. અમે કંટાળી જઈએ છીએ પણ તમે કદી કંટાળતા કે થાકતા નથી!
નબેટા હું કદી થાકતો નથી કારણ કે હું કુદરતના નિયમો ચીવટપૂર્વક પાળું છું. આપણા શરીરમાં સાત પ્રવેશદ્વાર છે. જ્યાંથી રોગના જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે. માટે હું બહું સાવધ રહુ છું. એક પળના આનંદ માટે કોઈ રોગને શરીરમાં ન પેસવા દેવાય. ઉતરતી અવસ્થાએ રોગ હેરાન કરી મૂકે.
અને બેટા. કાયમ હું ફ્રેશ હોઉ છું. કારણ કે હું કદી ચિંતા કરતો નથી, કદી તણાવ અનુભવતો નથી. નાનપણથી મારો સ્વભાવ આનંદી છે.
નપપ્પા, તમે કયારે તણાવમાં નથી રહેતા એ તો સાચી વાત છે પણ જ્યારે ચિંતા થાય, લાચાર અનુભવાય, અકળામણ થાય, ગુસ્સો આવે, શિરીને જહાંગીરને પૂછયું, જહાંગીર શિરીનના સસરા છે પણ તેઓ એક પિતાની જેમ જ શિરીનની સાથે નિખાલસપણે વાત કરે છે.
વૃધ્ધ થઈએ ત્યારે શારિરીક ક્ષમતા ઘટે પણ અનુભવ વધે. તેથી જ માણસ વધુ સક્ષમ અને સંપન્ન બને છે. વળી સંસારની જવાબદારી ઓછી થઈ હોય છે. સંતાનો વિકાસ પામીને એમનું જીવન જીવતા થઈ ગયા હોય છે તેથી તેમની ચિંતા હોતી નથી.
બેટા, શરીરનું આરોગ્ય સાચવીએ તો આપોઆપ આપણું મન તંદુરસ્ત રહે અને જીવનમાં આવતાં પરિવર્તનોને સહર્ષ સ્વીકારાય અને પ્રસન્નતાથી જીવી શકાય.થ
નપણ વૃધ્ધાવસ્થામાં શરીર અને મનની શક્તિ ઓછી થઈ જાય છે. એવું આપણે જોઈએ છીએ.થ જેહાન બોલ્યો.
જહાંગીર પ્રેમથી બોલ્યો, નબેટા, આપણું શરીર એક અદભુત યંત્ર છે. અંદરનો બગાડ જાતે જ સાફ કરીને આપોઆપ નવા થઈ જવાની કળા એ જાણે છે. અને આપણે આપણા શરીરને બરાબર સંભાળીએ તો જરાય વાંધો નથી આવતો. દરેક માણસ નિયમિતપણે કસરત કરે. યોગ અને પ્રાણાયમ કરે તો રોગ દૂર રહે છે. જીવનશક્તિ જળવાઈ રહે છે. ઉંમર વધે તેમ વૃધ્ધાવસ્થા તો આવે પણ તમારે વૃધ્ધ થવું કે યુવાન રહેવું છે એ તમારે નકકી કરવાનું છે.
જેહાન બોલ્યો, નપપ્પા તમે નિવૃત્ત થયા છો છતાં કંઈ ને કંઈ કામ તો કર્યાજ કરો છો. તમને કામ કરવામાં આટલો બધો રસ પડે છે? શી રીતે?
નબેટા, નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા જ રહેવાનું જેથી આપણી જીંદગી આપણને બોજ ન લાગે. જીંદગી નીરસ ન બની જાય.થ
નપપ્પા, અત્યારે અમારા વૃધ્ધત્વ માટે શી તૈયારી કરવી જોઈએ?થ શિરીને પૂછયું
નબેટા, શરીર અને મનને જાળવવા, સૌથી પહેલા તો તમે નકરાત્મકતાથી દૂર રહો. શરીર કે મનમાં કચરો ન નાખો. કોઈપણ પ્રકારના કલેશ, અસંતોષ, નિરાશા, ઉદાસીનતા, હતાશાને મનમાં ઉગવા જ ન દો. આપણા રોજીંદા જીવનમાં કયારેક એવી ઘટના ઘટે છે કે આપણને નુકસાન પણ થાય પણ એ નુકસાનનો વિચાર જ નહીં કરવાનો. નુકસાન કે વિષાદની પળોમા સ્વસ્થ રહો. વૃધ્ધત્વ આવ્યું એટલે હાર નહીં માની લેવાની. આપણે આપણી જાતમાં ભરોસો રાખવાનો. આપણા અનુભવોએ આપણને જે જ્ઞાન અને પરિપકવતા આપી છે એનો પૂરો લાભ લેવાનો, આપણા સમગ્ર લાગણીતંત્રે હકારાત્મકતાથી ભરી દેવાનું, નિર્ભય રહેવાનું, મકકમ રહેવાનું અને ઈશ્ર્વરમાં શ્રધ્ધા રાખવાની. વિશ્ર્વના શુભ મંગલ તત્વમાં વિશ્ર્વાસ રાખવાનો અને પ્રસન્નતાથી જીવવાનું.થ
શિરીન બોલી, નપપ્પા મારી મમ્મી આનંદમાં રહે છે પણ હમણા હમણા એની યાદશક્તિ ક્ષીણ થતી જાય છે. તેથી એ મૂંઝાય છે, તો એના માટે શું કરવું?થ
નબેટા ઉંમર વધે તેમ મગજ નાનું થતું જાય છે. બ્રેઈન સેલ્સ ઘટી જાય છે. કયારેક લોહી બરાબર પહોંચતું નથી તેથી યાદશક્તિ ક્ષીણ થતી લાગે પણ એના માટે ઉપાય કરવાના. યોગ કરો. પ્રણાયમ કરો, બ્રેઈન ટોનિક જેવા કે શંખપુષ્પી ચૂર્ણ, આમળા વગેરે લો. દવાને ખોરાક ન બનાવો. પણ ખોરાકને દવા બનાવો. આહાર વિહારમાં તકેદારી રાખીએ તો શરીરનો ઘસારો પૂરાઈ શકે છે. દૂધ, દૂધની બનાવટ, તાજા ફળો, લીલા શાકભાજી, બદામ, પિસ્તા, કાજુ અખરોટ, તલ, મગફળી લેવાથી શરીરને થતો ઘસારો અને ઈજાને પહોંચી વળાય છે. હૃદયના સ્નાયુને સંકોચન કે પહોળા થવાની ક્રિયામાં વિટામીન ડી મદદ કરે છે. વિટામન ડી હાડકાને મજબૂત કરે છે. આપણા હાડકાં મજબૂત હોય એ જરૂરી છે.
આપણી રોગ પ્રતિકારક શક્તિ અકબંધ રાખવામાં વિટામીન ડી મદદ કરે છે. પરંતુ જેમ ઉંમર વધે તેમ શરીરમાં વિટામીન ડી ઓછું બને છે. માટે બહાર સૂર્યપ્રકાશમાં ફરવું જોઈએ. કુમળા તડકામાં બેસવું જોઈએ. આપણા શરીરની ઉણપો વિશે સમજીને તે પૂરવા પ્રયત્ન કરવો જોઈએ.
શિરીન બોલી, નપપ્પા હું ભણતી હતી ત્યારે આ બધું ભણવામાં આવતું હતું પણ એ તો હું પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખતી હતી. આ બધી જાણકારી જીવનમાં ઉતારવાની સૂઝ ન હતી. પરંતુ અત્યારે મને સમજાય છે કે શું ખાવું ને શું ન ખાવું.
જહાંગીર બોલ્યા, નઅરે બેટા, તમે નાનપણમાં ખુલ્લી હવામાં, કુમળા તડકામાં દોડાદોડ કરી હોત, રમતો રમ્યા હોત તો તમારા શરીરનો બાંધો સુદ્રઢ હોત. જુઓ હું 80 વર્ષનો થયો પણ બાગકામ બધું કરી શકું છું પણ કોઈ વાતનો અફસોસ નહીં કરવાનો. જાગ્યા ત્યાંથી સવાર આ ક્ષણથી જ તબિયતની કાળજી લો.
એટલામાં જ જરૂ વચમાં ટહુકો પૂરે છે, નતમારી વાતો પૂરી થઈ હોય તો મને આ શાક સાફ કરવામાં મદદ કરો કાલે નવરોઝ છે સવારે ચોકચાંદન કરી અગિયારીમાં જવાનું છે. અને મારે બધી રસોઈ ઘરેજ બનાવવાની છે, આ આપણા બગીચાના ફૂલ છે બધા ચાલો હાર બનાવવા બેસી જાઓ કાલે આખા ઘરને ફૂલથી શણગારી કાઢવાનું છે. અને ઘરના સર્વે એક સાથે બેસી નવરોઝની તૈયારીમાં લાગી જાય છે.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025