કાયદાને માન આપી ડેનિયલના સઘળા શત્રુઓ સાવચેતીમાં રહ્યા, પરંતુ તે ધાર્મિષ્ઠ ધર્મગુરૂ તો પોતાના રાબેતા મુજબ, તેઓ સન્મુખ પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું ફરમાન તોડયું છે. હવે જ તે રાજ્યકર્તાને સઘળો ભરમ જણાઈ આવ્યો. તેણે ડેનિયલને બચાવવાની કોશિશ કીધી પરંતુ તેના દુશ્મનોએ સાફ જણાવ્યું કે મીડીયનોનો કાયદો કદી પણ ફેરવી શકાય નહીં. આથી ડેનિયલને સિંહોના ગુફામાં નાખી, તે ગુફાના મોઢા પર મોટો પથ્થર મૂકી તે પથ્થર ઉપર મોહોર મારવામાં આવી. દારાયવુશે આખી રાત ખોરાક અને ઉંઘ વગર પસાર કધી. પરંતુ સવાર પડતાંજ તે ગુફા તરફ દોડયો અને તેણે મોહોર તપાસી જોઈ ખાત્રી કીધી કે ડેનિયલ ગુફામાંજ હોવો જોઈએ. ત્યાર પછી તેણે મોટે સાદે તેને બોલાવ્યો. તેનો અવાજ સાંભળી ડેનિયલે અંદરથી જણાવ્યું કે હું સહી સલામત છું અને મને સિંહોએ કશું નુકસાન કીધું નથી. આથી રાજ્યકર્તા ઘણોજ ખુશી થયો અને તે ગુફાના મોટા પરથી પથ્થરને દૂર કરાવી તે ધર્મગુરૂને તેણે બહાર કાઢયો
જ્યારે ડેનિયલના શત્રુઓને તેને સહીસલામત જોયો ત્યારે તેઓ ગભરાવા લાગ્યા. તેઓ ખોદાતાલાની ગેબી મદદથી તેઓનો હરિફ બચવા પામ્યો હતો, એમ કહેવાને બદલે કહેવા લાગ્યા કે શહેનશાહ દારયવુશે તેને ગુફામાં નાખવા આગમચ સિંહોને પુરતો ખોરાક ખવડાવી તેઓને તૃપ્ત કીધા હતા કે જેથી તેઓ તેને અડકે નહીં. આવુ તોહોમત પોતાની ઉપર મેળાયાથી શહેનશાહ ગુસ્સે થયો અને તેણે હુકમ કીધો કે સિંહોને તેઓ ખાય તે કરતા વધુ ખોરાક ખવડાવવો. ત્યાર પછી તેણે ડેનિયલના શત્રુઓને તેજ ગુફામાં નંખાવ્યા કે જેથી તેઓની ખાત્રી થાય કે સિંહો ધરાયેલા હોવાથી નથી પણ પરવરદેગારની મહેરબાનીથી જ ડેનિયલનો બચવા થવા પામ્યો હતો. તેઓને ગુફામાં નાખતાંજ સિંહોએ તેઓનો ભક્ષ કરવા માંડયો, અને એ રીતે તેઓ કંગાળ મોતે માર્યા ગયા.
જોસીફસ લખે છે કે જ્યારે દગાથી ડેનિયલનો નાશ કરવા માંગનારાઓ પોતેજ નાશ પામ્યા, ત્યારે શહેનશાહ દારયવુશે સઘળા દેશો પર પત્રો મોકલી ડેનિયલ જે ખુદાની પ્રાર્થના કરતો હતો તે ખોદાની વખાણ કીધી અને જણાવ્યું કે તેજ ફકત સાચો ખુદા છે અને સઘળી સત્તા ધરાવે છે.’ (ક્રમશ)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025