એક સમયની વાત છે એક ગામમાં મહાન બાબાજી રહેતા હતા. લોકો તેમની પાસે તેમની મુશ્કેલી લઈને આવતા હતા ને બાબાજી તેમનું માર્ગદર્શન કરતા. તે ગામનો સરપંચ મનસુખ શેઠ ઘણોજ સમજદાર હતો. તે લોકોને મદદ કરતો. લોકોમાં તે ઘણો માનીતો હતો. તેણે પણ આ બાબાજી વિશે સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ કોઈ દિવસ મલવા નહોતો ગયો. એક દિવસ મનસુખ શેઠ આ બાબાજીને મળવા આવ્યા. બાબાજી ગામથી થોડે દૂર અને જંગલની નજીક પોતાના થોડા શિષ્યો સાથે રહેતા હતા. મનસુખ શેઠ બાબજીના આશિર્વાદ લઈ તેમને એક પ્રશ્ર્ન પૂછયો. મનસુખ શેઠે બાબાજીને પૂછયું કે નગુરૂદેવ હું જાણવા ઈચ્છું છું કે હમેશા ખુશ રહેવાનુ રહસ્ય શું છે?થ બાબાજીએ મનમાં ને મનમાં હસતા મનસુખ શેઠને પોતાની સાથે જંગલમાં આવવા જણાવ્યું.
આવું કહીને બાબાજી અને મનસુખ શેઠ બન્ને જગંલમાં પ્રવેશ્યા. બાબાજીએ રસ્તામાં ચાલતા એક મોટો પત્થર ઉંચકયો અને તે પત્થર મનસુખ શેઠને પકડવા આપ્યો અને બન્ને જંગલની અંદર આગળ આગળ ચાલતા ગયા. થોડીવારમાં મનસુખ શેઠ તે પત્થરને ઉંચકીને થાકવા લાગ્યો હવે તેના બન્ને હાથોમાં દુખાવો શરૂ થવા લાગ્યો. બપોરના તડકાથી તેનું માથું પણ ભારે થવા લાગ્યું હતું. પરંતુ તે ચૂપ રહ્યો અને ચાલતો રહ્યો. પણ જ્યારે ચાલતા ચાલતા બહુ સમય વીતી ગયો અને મનસુખ શેઠથી હવે તે પત્થરને વધુ સમય ઉચકી રાખવો શકય નહાતો. તેણે બાબાજીને પત્થર નીચે મૂકી દેવાની પરવાનગી માંગી
બાબાજીએ તે પત્થર નીચે મૂકવાની પરવાનગી આપી તે પત્થર નીચે મૂકતા મનસુખ શેઠે રાહત અનુભવી.
ત્યારે બાબાજીએ જણાવ્યું કે આ જ છે ખુશ રહેવાનું રહસ્ય. મનસુખ શેઠે કહ્યું હું સમજયો નહીં.
બાબાજીએ જણાવ્યું કે જે રીતે આ પત્થરને હાથમાં ઉંચકી ચાલવાથી તારા હાથમાં દુખાવો શરૂ થયો તું કંટાળ્યો અને વધારે સમય ચાલવાથી તારાથી હવે તે ભાર ઉચકવો શકય નહોતો અને વધારે સમય સુધી ઉઠાવી રાખતા દુખાવો વધતો જશે.
તે જ રીતે દુ:ખના ભારને જેટલું વધારે ઉઠાવી રાખશો તેટલું વધારે આપણે દુ:ખી અને નિરાશ રહેશું. એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે દુ:ખને એક મિનિટ સુધી ઉઠાવશું કે જીવનભર. કોઈની વાતો કોઈના મહેણા તોણા કોઈએ આપેલી ગાળોને આપણે આપણા દિલમાં જીવનભર સંઘરી રાખીયે છીએ આપણે તેને ભૂલી નથી જતા પણ યાદ રાખી મનમાં ને મનમાં બળ્યા રાખીયે છીએ. આપણે એણે જવા નથી દેતા મનમાં સંઘરી રાખીએ છીએ.
આપણે ખુશ રહેવું હોય તો તે વાતો મનનો બોજો મનમાંથી કાઢી નાખી મનમાં રહેલા દુ:ખ રૂપી પત્થરે કાઢી ફેકી દેવો જોઈએ. અને તેનાથી જ તમે ખુશ રહી શકો છો. મનસુખ શેઠ બાબાજીની વાત સમજી ગયા કે તે શું કહેવા માંગતા હતા. મનસુખ શેઠ સમજી ગયા હતા ખુશ રહેવાનું રહસ્ય.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024