સંબંધો જાળવવા એટલે શું?

હવે ધર્મ એટલે શું, તે બાબેની ઉપલી વ્યાખ્યામાં જે કહે છે કે જગત સાથે જગતના કર્તા સાથા સંબંધ જાળવવો તેનો અર્થ શું? સંબંધ જાળવવો, એટલે કે તેઓ તરફની ફરજો બજા લાવવી. કુલ જગત તરફ અને કુલ જગતમાં હું પાતે દરેક આદમી સમાયેલો છે અને તે જગતના કર્તા તરફ ફરજ બજા લાવવી એ ધર્મ પાળવા બરાબર છે, એ ધાર્મિક જીંદગી ગુજારવા બરાબર છે. એ સંપૂર્ણ જીંદગી ગુજારવા બરાબર છે.

ફરજ ચપળ નેકીઓનો ખ્યાલ આપે છે

ફરજ ગુજારવાનો આવો ખ્યાલ આપણને શીખવે છે કે આપણે શાંત નેકીઓથી સંતોષ પામવાનું નથી પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. હું હાથમાં માળા લઈ જપ કર્યા કરૂં. સાચ્ચુ બોલુ, સાચ્ચા કામો કરૂ, કોઈને દુ:ખ નહીં આપુ. એ સર્વ ભલી જીંદગીના કામો છે પણ તે પુરતા નથી તે સંપૂર્ણ નથી તે જીંદગીને સંપૂર્ણ બનાવતા નથી તે શાંત નેકીઓનાં કામ છે તે સાથે આપણે ચપળ નેકીના કામો કરવા જોઈએ. ચોકકસ હદમાં માળા ખુદાની જપ કરવી એ એક ભલુ કામ છે પણ આપણે પોતે માળા લઈ જપ કરી શાંત બેસી રહેવું નહીં. પણ ચપળ બની આપણી આજુબાજુ ઘણાઓને પણ ચોકકસ હદે માળા જપતા કરવા જોઈએ. જયારે હું કહુ છુ કે માળા જપતા કરવા એટલે એમ નહી કે તેઓને ફકત રામ રામ પોકારતા કરવા પણ મતલબ આ કે જ્યાં અહુરમઝદનો ડર નહીં રખાતો હોય ત્યાં અહુરમજદનો ડર રખાતો કરવો.

આપણે પોતે ભલા છીએ, સાચ્ચું બોલયે અને કર્યે છીએ તેથી આપણે સ્વર્ગમાં જઈશું, એવો શાંત વિચાર અધુરો ને ભુલભર્યો છે. અલબત્તે એમ કરવાથી આપણે બહેશ્તમાં એક પ્રકારની ચઢતી હાલતના પણ દરજ્જા છે. માટે જો કે આપણે બહેશ્તમાં જઈશું, તો પણ ચઢતા બહેશ્તમાં વધુ સંપુર્ણ બહેશ્તમાં જઈશું નહીં. આપણે બીજાંઓને પણ ભલાં કરવા તેઓને પણ સાચ્ચું વમાસ્તા અને બોલતાં અને ભલાં કામો કરતા કરવા. એમ કરવાથી આપણે ચઢતા બહેશ્તમાં જઈશું.

આજે આપણે રાહુનાએ સભાના આમંત્રીથી ભેગા મળ્યે છીએ. ત્યારે રાહનુમાઈના સંબંધમાં એ બાબતનો વિચાર કરો. આપણી સર્વની ફરજ છે કે આપણે પોતે ભલાં થવું, એટલું જ નહીં પણ ભલાઈના માર્ગમાં બીજાંઓની રાહુનામઈ કરવી. આપણા એક પુસ્તકમાં એક અસરકારક દાખલો મલે છે કે એક ધણી પોતાની ભલી વર્તણૂંકથી બહેશ્તમાં જતો હતો પણ ત્યાં તેની ધણીયાણીએ તેના કપડાની દામન પકડી તેને અટકાવ્યો એવું કહીને કે દુનિયામાં તુ જ એકલો ભલે માર્ગે ચાલ્યો તે શા કાજે રાહનુમાઈ કરી મને પણ ભલે માર્ગે ચલાવી કેમ નહીં?

Leave a Reply

*