આપણને ઘડી ઘડી કહેવામાં આવે છે કે ઈરાન અને હિન્દ વચ્ચે કેળવણી પ્રચારના જ્ઞાન વૃધ્ધિના જંગલી હાલતમાંથી સુધરેલી સ્થિતિ થવાના વખતના દુનિયાના થયેલા ઉદયથી જાત જાતના સંબંધો વ્યવહારો હતા જેવા કે સામાજીક વ્યવહારો હતા, રાજકીય રાજકારોબાર વિષયક વ્યવહાર, રાજ વ્યવહારીક સંબંધો હતા. ધંધા રોજગાર સંબંધિક જ્ઞાન, સંબંધિક વ્યવહારો હતા આ બધુ જેવા કે વંદીદાદ યસ્તો વિગેરે પરથી તેમ પહેલવી લખેલા બચેલા લખાણો જેવા કે કારનામે માદિગાને ચતરંગ વિગેરે ઉપરથી તમ અરબ લેખકો જેવા કે તબરી, અલબેરૂની ઉપરથી તેમ હાલે મલતા ઈરાનના નામાઓ જેવા કે શાહનામે ફિરદોશી, તેમ કેરશાસ્પ નામે બરજોર નામે, ફરામરોઝ નામે, બહમન નામે વિગેરે પરથી તેમ જમીનના ખોદકામ ઉપરથી યા સ્તંભો વિગેરે લખાણો જે પ્રાચીન કાળનો હેવાલ આપે તેવો હેવાલોની શોધખોળ પરથી માલમ પડી આવે છે. વળી આવી શોધોમાં ભાષાઓ અને તેને લગતા સાહિત્યના અભ્યાસથી આવતા અનુમાનો અમુક હદ લગીની સચ્ચાઈ દેખાડતા અનુમાનો સિકકાઓ ઉપરના લખાણો યા ચિહ્નોના અભ્યાસ પરથી દોરવામાં આવતા અનુમાનો, મનુષ્ય જાતના ચહેરા વિગેરે ઘાટ ઘટમ ઉપર રચાયેલી વિદ્યાના અનુમાનો પણ પોતાનો ફાળો આપે છે અને જ્ઞાનનો પ્રચાર વધારે છે એમ આજે મનાતું આવે છે. આ બધા પરથી બે મૂળ અનુમાનો દોરાયેલા છે જેવાકે હિન્દમાં ઈરાનીઓ જૂનામાં જૂના વસવાટો અને ઈરાનીઓની હિન્દમાં થયેલી શહેનશાહત. (ક્રમશ)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024