જોસીફસ તથા ડેનિયલના ઉપલા હેવાલમાં ઝાઝી તવારીખી સચ્ચાઈ નથી પરંતુ એક અગત્યના તવારિખી સવાલનો ફડચો કરવાનો હોવાથી ઉપલી કલ્પીત કહાણીની નોંધ લેવી પડી છે.
યાહુદીઓનો દારયવુશ ધી મીડ તેઓ મુજબ મીડીયાના શહેનશાહ એસ્તાયજીસનો બેટો થતો હતો. ગ્રીક લોકો તેને જૂદાજ નામે ઓળખતા હતા.
તેણે પેગમ્બર ડેનિયલને પોતાના વતન મીડીયા ખાતે લઈ જઈ ઘણું માન આપ્યું. તે રાજ્યકર્તાએ તેને પોતાની જોડે રાખ્યો અને પોતાની બહોળી શહેનશાહતના 360 પ્રાંતો ઉપર નિમવામાં આવેલા ત્રણ પ્રમુખમાનો તેને એક પ્રમુખ બનાવવામાં આવ્યો.
મીડિયન શહેનશાહતના ત્રણ પ્રમુખમાના એક મુખ્ય પ્રમુખનો ઓધ્ધો ડેનિયલને બક્ષવામાં આવ્યાથી શહેનશાહતના બીજા સરદારો અને શાહજાદાઓ અદેખાઈથી બળવા લાગ્યા. વળી તેની ચાલીકી, બહોળું જ્ઞાન અને વફાદારીથી શહેનશાહ દારયવુશનો તે વિશ્ર્વાસ જીતી શકયો અને સઘળું અગત્યનું કામકાજ તેનેજ સોંપવામાં આવ્યું. આથી તેના અદેખા હરીફો તક શોધવા લાગ્યા. પણ તેણે તેઓને કશી લાંચ લેતો નહીં અને કોઈપણ ભેટ સ્વીકારતો નહીં. આથી જ્યારે તેના કોઈપણ શરમભર્યા કે ઠપકાને પાત્ર કામને માટે તેઓ શહેનશાહત દારવયુશ આગળ તેને ઉઘાડો પાડી શકયા નહીં ત્યારે તેઓએ એક જૂદોજ તાગડો રચ્યો.
ડેનિયલ પોતાના ધર્મના ફરમાન મુજબ દિવસમાં ત્રણવાર પોતાના પેદા કરનારની બંદગી કરતો હતો. તેની આ ધાર્મિક પ્રવૃત્તિ જોઈ તેના શત્રુઓએ સાથે મળી એક કાવત્રુ રચ્યું અને શહેનશાહત દારયવુશ સન્મુખ જઈ તેઓએ જણાવ્યું કે રાજયના સઘળા પ્રમુખો, હાકેમો શાહજાદાઓ, સલાહકારો અને લશ્કરી સરદારોએ સાથે મળી એવી મસલત કીધી છે કે એવી મતલબનો પાદશાહી કાયદો સ્થાપવો, અને એવો સખ્ત હુકમ બહાર પાડવો કે જે કોઈ શખ્સ ત્રીસ દિવસ સુધી પોતાના પાદશાહ સિવાય કોઈ પણ દેવતા કે શખ્સની પ્રાર્થના કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે. શહેનશાહ દારયવુશને તેઓની બુરી મતલબ માલમ નહીં હોવાથી તેણે તેઓને ટેકો આપ્યો. આ ઉપલી મતલબનો કાયદો ત્રીસ દિસ માટે સ્થાપ્યો.
(ક્રમશ)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025