24મી માર્ચ 2019ના દિને થાણાના જરથોસ્તીઓ દ્વારા પટેલ અગિયારીના કુવા પર આવા યઝદના પરબની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા સાંજે સ્ટે.ટા. 5.00 કલાકે એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી. દસ્તુરજીની આગેવાની હેઠળ હમદીનોએ કુવા પર પ્રાર્થના કરી હતી. હમબંદગીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે નિયમીત મુલાકાતીઓ પણ નહોતા તે જોઈ આનંદ થયો હતો. દાળની પોળી તથા ફળો ચાશની તરીકે લોકોને આપવામાં આવ્યા હતા. આવા અરદવીશુરબાનુના આશિર્વાદ લઈ લોકો છૂટા પડયા હતા.
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024