જમશેદ ભગવાગરે શ્રીલંકામાં ગ્લોબલ યુથ ફેસ્ટિવલ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

સમુદાય અને દેશને ગોરવવંતો બનાવનાર બરોડાનો પચીસ વર્ષીય યુવાન જમશેદ ભગવાગરને શ્રીલંકાની સરકાર દ્વારા ઈન્ટરનેશનલ યુથ કોન્ફરન્સમાં તા. 25મી માર્ચ, 2019 થી તા. 3જી એપ્રિલ, 2019 સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવા યૌવન પુરા – યુવાનોની સીટી શ્રીલંકાના હમબનતોતા શહેરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિશ્ર્વભરના સાત હજાર યુવાનો અને મહાનુભાવોની હાજરીમાં જમશેદ ભારત સરકાર દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા એક માત્ર આઠ ભારતીય પ્રતિનિધિઓમાંનો એક હતો. જમશેદને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગવર્નર – ઓ. પી. કોહલી તરફથી અભિનંદન પત્રો મળ્યા, જેમાં તેની ઉત્કૃષ્ટ સિદ્ધિની પ્રશંસા કરવામાં આવી હતી.
જમશેદ ખરેખર ઓલ-રાઉન્ડર એથલેટિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ, ટાટા સ્કોલરશીપ પ્રાપ્તકર્તા અને રાષ્ટ્રીય સ્તરે સ્કેટર છે. હાલમાં જમશેદ ગાંધીનગરના રાજ્ય યુથ બોર્ડ હેઠળ ગુજરાત સરકાર સાથે પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે.

Leave a Reply

*