રશ્ને યશ્તમાં, જરથુસ્ત્રે અહુરા મઝદાને પૂછ્યું કે ‘પવિત્ર શબ્દ શુ સાચો શબ્દ છે? અહુરા મઝદાએ જવાબ આપ્યો, ‘સૌથી વધુ પવિત્ર શબ્દ જે સાચો શબ્દ છે. જે પ્રગતિ બનાવે છે, તે જે પારખવા યોગ્ય છે, જે તંદુરસ્ત, જ્ઞાની અને સુખી છે, જે અન્ય તમામ જીવો કરતાં નાશ કરવા માટે વધુ શક્તિશાળી છે.’ ‘ઝોરોસ્ટ્રિયનિઝમ – એન એથનિક પર્સ્પેક્ટિવ’ માંથી અવતરણ ખોજેસ્તે મિસ્ટ્રી દ્વારા.
તેથી, આપણા પ્રેમાળ સમુદાયના યુવાનોને આપણી પ્રાર્થનાની અસરકારકતા ચકાસવા માટે અહીં એક પડકાર છે. હું લાંબી પ્રાર્થનાઓથી શરૂ નહીં કરૂં પરંતુ દાદર અહુરા મઝદાના આ 8 નામો પર ધ્યાન આપું છું (પારસી ટાઇમ્સના 8 વર્ષ ઉજવણીમાં) જેનો અર્થ અહીં આપવામાં આવ્યો છે અને મારી વિનંતી છે કે તમે આ આઠ નામોનું પઠન કરો. જો તમને લાગે કે આ શબ્દો (મંત્રો) કાર્ય કરે છે, તો પછી હું તમને તમારા દૈનિક જીવનમાં આનો ઉપયોગ ચાલુ રાખવા વિનંતી કરૂં છું:
1) યા હારવેસ્પા તાવન: આ નામ ભણવાથી આપણી તાકાતમાં વધારો થાય છે.
2) યા ફરાખતાન્તેહે: આ નામ ભણવાથી આંખની બિમારીઓ દૂર થાય છે. તેનો ઉપચાર કરી શકાય છે. (આજના સમયમાં આપણે બધા આખો દિવસો મોબાઇલ વપરાશના કારણે થાકેલી આંખોથી પીડાયે છીએ.).
3) યા અદારો: આ નામ ભણવાથી આપણને યોગ્ય માર્ગ પર ચાલવાની દિશા મળે છે. આપણે આપણા રસ્તાથી ભટકાઈ નથી જતા અને આપણને કોઈપણ અવરોધોનો સામનો કરવાની મદદ કરે છે.
4) યા સફાના: આ નામ ભણવાથી પ્રગતિનો રસ્તો મળે છે. આપણા દરેક કામમાં સફળતા મળે છે. (જેમ કે કામમાં, પૈસા કમાવવામાં વગેરેમાં પ્રગતિ થાય છે.)
5) યા નાશા: આ નામ એક પ્રામાણિક નામ છે અને આ નામને ભણવાથી તે આપણને ખરાબ ટેવોથી આપણી ખરાબ આદતોથી આપણને દૂર કરે છે અને સાચા માર્ગ પર ચાલવામાં મદદ કરે છે.
6) યા અનાયનાહે: આ નામ સૌર્દય સર્જન છે. અને આ નામને ભણવાથી આપણે વધુ સુંદર થઈએ છીએ આપણો દેખાવનો વધારો તથા સૌંદર્યલક્ષી લાભો શોધવામાં મદદ કરે છે.
7) યા બેસ્તરના: આ નામને ભણવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને આપણું આરોગ્ય સારૂં રહે છે.
8) યા આદર કીબારીતાતૂમ: આ નામને ભણવાથી એક પથ્થર જેવું વ્યક્તિ એક રત્નમાં બદલાય છે. મૂળભૂત રીતે તેની માનસિકતા તથા તેના દેખાવને બદલવામાં મદદ કરે છે. આ નામની પ્રાર્થનાનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના ફાયદા માટે કરી શકે છે જેમને અભ્યાસમાં મુશ્કેલીઓ હોય છે.
ખાસ નોંધ: તમારી કસ્તી કર્યા પછી, આ નામો ઓછામાં ઓછા 9 વખત ભણવા જરૂરી છે.
અને હંમેશાં યાદ રાખો – આપેલી પ્રાર્થનાના બીજ તમને તમારા ઉચ્ચતમ અને શ્રેષ્ઠ સ્વમાં વૃદ્ધિ કરવામાં મદદ કરશે. અવશ્ય પ્રયત્ન કરો!
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025