શું કહેવું યોગ્ય છે કે કોમેડી કિંગ દિન્યાર કોન્ટ્રાક્ટર હવે નથી? પરંતુ જોવા જઈએ તો તે આ પૃથ્વી જેવા સ્ટેજ પર તેમના શરીરમાં નથી. પરંતુ, તે પણ ખોટું રહેશે, કારણ કે સ્ટેજ અને સ્ક્રીન પરના તેમના કામનો ભાગ મનોરંજન અને પ્રેરણા ચાલુ રાખશે અને વર્ષો સુધી આવનારા લોકોને પ્રેરણા આપશે, અને જેઓ તેમને જાણતા હતા અને કાળજી લેતા હતા તેમના માટે તેમની કાળજી અને ચિંતાની ભાવના ચાલુ રહેશે. કોમેડીની દુનિયામાં તેમનો વારસો સુપ્રસિદ્ધ રહેશે.
તેમણે પોતાનું જીવન તેમના નિયમો પર જીવ્યા હતા અને તેમણે ક્રિમેટ થવાનું પસંદ કર્યુ. આ તેમની અંગત પસંદગી હતી અને કોઈએ તેમની અંગત પસંદગી પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. સોશિયલ મીડિયામાં પ્રસરાયેલા સંવેદનશીલ અને અપમાનજનક નિવેદનો આઘાતજનક છે, જાણે કે ચિણવદ પુલ પર સીસીટીવી મૂક્યું હોય અને તેમનો આત્મા સ્વર્ગમાં નહીં જઈ શકે.
હા, વંદીદાદ પ્રમાણે મરણ પામેલ વ્યક્તિનું શરીર દોખમામાં જવું જોઈએ. મૃત લોકોના નિકાલ માટે તે વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી મૈત્રીપૂર્ણ વ્યવસ્થા છે. પરંતુ, હું એવા લોકોની વિનંતી કરૂં છું જેઓ ધર્મ વિશે બધું જ જાણે છે અને જરથોસ્તી ગ્રંથ પ્રમાણે જે વ્યક્તિનું શરીર અન્ય કોઈ રીતે નિકાલ કરવામાં આવે છે, તે સ્વર્ગમાં પ્રવેશ કરશે કે નહિ. પવિત્ર ગ્રંથોમાં ચીણવદ પુલનો ઉલ્લેખ છે જ્યાં મરણ પછી આત્માનો ન્યાય થાય છે. આ પુલ જુઠ્ઠા લોકોને માટે સાંકડો થાય છે અને તેમને ખરાબ તરફ ઘસડી લઈ જાય છે અને તેણે કરેલા દુષ્કર્મો તેને દેખાય છે. આ પુલ એક સારી વ્યક્તિ માટે વિશાળ બને છે અને તેણે કરેલા સારા કાર્યો માટે તે ખુશ થાય છે.
દિન્યાર પ્રેમાળ, બીજાની સંભાળ રાખનાર વ્યક્તિ હતા જેઓ તેમના ચાહકોને ખુશ રાખતા હતા. અને જરથુષ્ટ્રના સંદેશા પ્રમાણે બીજાને ખુશ કરનાર હમેશા આનંદમાં રહે છે. દિન્યારના વિચારો, શબ્દો અને કાર્યો હંમેશાં બીજાને ખુશ કરતા હતા. જરથુષ્ટ્ર જન્મ સમયે હસ્યા હતા અને હવે પાછા આધ્યાત્મિક જગતમાં દિન્યારને પામી કદાચ ફરીથી હસ્યા હશે.
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025