સરોશ-એક શક્તિશાળી યઝદ

 નિભાવ શું છે? જેમ આપણે તંદુરસ્ત શરીર માટે તંદુરસ્ત ખોરાક ખાય છે તેમ, આપણે આપણા મનને સમૃદ્ધ બનાવવા માટે સારી પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ અને વાંચીએ છીએ, અથવા આપણી લાગણીઓને જાળવી રાખવા માટે સંબંધોને પરિપૂર્ણ કરવાનું પસંદ કરીએ છીએ, તેથી આપણી ભાવનાને મજબૂત કરવા માટે આપણને મંત્રોની પણ જરૂર છે. આપણે ફકત એકવાર ખાઈ લઈએ એમ નથી બનતું શરીર માટે આપણે દરરોજ ખાવું જરૂરી છે તેમ ફકત એક કલાસમાં ભણી આપણું ભણતર પૂરૂં થઈ જતું નથી. આપણે આપણા સંબંધોપર પણ ધ્યાન આપીએ છીએ કે તે કેવી રીતે વધે.
કશ્તી માટે કરેલી પ્રાર્થના પછી આપણે સરોશની બાજ કરવી જરૂરી છે. તે આપણી ફરજિયાત પ્રાર્થના નથી પરંતુ તે આપણી તમામ પ્રાર્થનાઓની શુભ શરૂઆત કરે છે. સરોશ યઝદ એક માત્ર એવા યઝદ છે જે પોતાના મનન કરેલા બાજના પાઠથી મજબુત છે. તમારા સરોશ જેટલા મજબૂત હશે તેટલી જીવનમાં તમારા પર ફેંકાયેલી દૈનિક પડકારોનો સામનો કરવાની તમારી ક્ષમતા એટલી વધશે. તમને સત્તા આપવામાં આવશે જેથી દુષ્ટ ઇરાદા અને ખરાબ કંપન તમને તમારા ‘ઓરા’ને ખલેલ પહોંચાડી શકશે નહીં.
બાળકો કે જેમણે શીખવાની અક્ષમતાના કોઈ પણ સ્વરૂપ હોય, તેઓ જ્યારે સરોશ બાજની પ્રાર્થના કરે છે ત્યારે ખૂબ જ લાભ મેળવે છે. બાળકો જે વધુ યાદ નથી રાખી શકતા તેઓ બોર્ડના પેપરો લખે છે અને સરોશ યઝદની બાજની મદદથી લાંબા જવાબો યાદ રાખવામાં પણ સક્ષમ બને છે! જે બાળકોને રાત્રે ડર લાગે છે, કોઈ કારણ વિના રડે છે અથવા અન્યકોઈ બાબદથી વિક્ષેપિત છે કે શાંતિથી નથી, તો ‘સરોશ યશ્ત વડી ની નિરંગ’ વાચતા ખૂબ ફાયદો થાય છે. અને દરરોજ કરેલા મનનથી પણ ખૂબ ફાયદો થાય છે. કૃપા કરીને ધ્યાન રાખો કે આ પ્રાર્થના માત્ર રાત્રે જ વાંચવામાં આવે છે. જ્યારે આપણે સોશિયલ મીડિયા, ટેલિવિઝન, મિત્રો સાથે બહાર ફરવા, જીમમાં કસરત કરતા કલાકો પર કલાકો પસાર કરી શકીએ છીએ, ત્યારે આપણે આપણા દૈનિક જીવનમાંથી ફક્ત દસ મિનિટ લઈ અને સરોશ બાજની પ્રાર્થનાને સમર્પિત ના કરી શકીએ? હા, સરોશ બાજને વાંચવા માટે માત્ર દસ મિનિટ લાગે છે. તમારા જીવનને બદલવામાં તે ફક્ત 10 મિનિટ લે છે!

About  ડેઝી પી. નવદાર

Leave a Reply

*