7મી સપ્ટેમ્બર, 2019ના દિને નવા સુધારેલા ઉદવાડા સ્ટેશનનું ઉદઘાટન સાથે આપણા સૌથી પવિત્ર સ્ટેશનનું પુન:સ્થાપન માટે કરેલા પ્રયત્નો અને વ્યક્તિગત ધ્યાન માટે તેમજ ઉદવાડા ગામના કલ્યાણ માટે ઇરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી ખુરશેદ કેકોબાદ દસ્તુરજીનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ઉદવાડાને હવે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર સ્ટેશન તરીકે ગણવામાં આવે છે. પ્રવાસને સરળ બનાવવા અને મુસાફરોની સલામતીને પ્રોત્સાહન આપવા માટે અદ્યતન તકનીક અને આધુનિક સુવિધાઓથી ઉદવાડાને સજ્જ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વડા દસ્તુરજીએ જાહેરાત કરી હતી કે તેઓ મુસાફરોની સુવિધા માટે ફ્લાઇંગ રાની અને બીજી ટ્રેન અટકાવવાની જાહેરાત શરૂ કરવા માટે રેલવે મંત્રી પિયુષ ગોયલને પણ વિનંતી કરશે. ભારતના વડા પ્રધાન, નરેન્દ્ર મોદીના સ્વપ્ન, ‘સ્વચ્છ ભારત મિશન’ ને વધુ સશક્તિકરણ કરવા માટે આસપાસના વિસ્તારને વધુ સાફ રાખવા પર વિશેષ ભાર મૂકતા, દરેકે આ સુંદર સુધારેલી સંપત્તિની સારી સંભાળ લેવાની દસ્તુરજીએ વિનંતી કરી હતી.
ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત ભગિની સમાજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘માં સરસ્વતી વાણી’ થી કરવામાં આવી હતી, ત્યારબાદ મહાનુભાવો દ્વારા પ્રવચનો આપવામાં આવ્યા હતા.
એરવદ ઝરીર દસ્તુરે ઉદવાડા ગામના અન્ય પારસી રહેવાસીઓ, ગ્રામ પંચાયત અને જિલ્લા અને તાલુકા ગ્રામ પ્રમુખોની સાથે ઉદવાડા અંજુમન, લાયન્સ ક્લબ, ડબ્લ્યુઇ ક્લબ, સિનિયર સિટીઝન ક્લબ, ભક્તિ અને શક્તિ મંડળ, વ્યાપારી મંડળના સભ્યોએે પણ આ પ્રસંગે વધાઈઓ આપી હતી. ખૂબ જરૂરી પુન:સ્થાપન કાર્ય માટે બધાએ વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુરજીના વખાણ કર્યા હતા.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં, ઉદવાડા ઈરાનશાહના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુરજીએ કહ્યું કે, નવા બાંધકામો અને સુવિધાઓથી હું ખરેખર આનંદ અનુભવું છું, જેનાથી બધાને ફાયદો થશે, પરંતુ ખાસ કરીને આપણા જરથોસ્તીઓ જેઓ પાક ઈરાનશાહને પગે લાવવા વારંવાર ઉદવાડા આવે છે. હું આપણા ગતિશીલ વર્તમાન રેલ્વે પ્રધાન શ્રી પિયુષ ગોયલ, તેમજ આદરણીય ભૂતપૂર્વ રેલ્વે મંત્રી શ્રી સુરેશ પ્રભુનો સંપૂર્ણ પ્રોજેકટ સમયસર પૂર્ણ થવા અને ઉત્તમ અમલીકરણ સુનિશ્ર્ચિત કરવા માટે તેમના પૂરા દિલથી ટેકો અને પહેલ માટે આભારી છું.
આ ખાસ દિવસ રાષ્ટ્રીય ગીતની રજૂઆત સાથે સમાપ્ત થયો હતો. તમામ ઉપસ્થિત લોકો પુન:સ્થાપન કરેલા સ્ટેશન તથા ઉત્તમ એરકંડિશન્ડ ઓરડાઓ જોઈ આશ્ર્ચર્યચક્તિ થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌને મીઠાઇ અને ચોકલેટ વિતરણ સાથે કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024