તા. 4થી ઓકટોબર, 2019ની વહેલી સવારના અરસામાં, ઉદવાડામાં રહેતા ભરડા પરિવારની માલિકીનું મકાન તોડીને સોનાના દાગીના, રોકડ (રૂ. 1.5 લાખ) અને અન્ય કિંમતી ચીજો લૂંટી લેવામાં આવી હતી. ઉદવાડાના સૌથી લોકપ્રિય ઈરાની બેકરીના માલિક, રોહિન્ટન જાલ ઈરાનીના સાસરાપક્ષના મકાનમાં સંપૂર્ણ તોડફોડ કરવામાં આવી હતી. ઘરેલુ મદદ દ્વારા રોહિન્ટન ઇરાનીને સવારે લૂંટની જાણ કરવામાં આવી અને તેણે પોલીસને મદદ માટે બોલાવ્યા. તેઓ ઇરાનશાહના વડા દસ્તુરજી, ખુરશેદજી દસ્તુરને ત્યાં પહોંચી જાણ કરી હતી જેમણે વિલંબ કર્યા વિના કાર્યવાહી હાથ ધરી હતી અને પારડી અને વલસાડ પોલીસને તાત્કાલિક કાર્યવાહી માટે બોલાવ્યા હતા.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં રોહિન્ટન જાલ ઇરાનીએ કહ્યું હતું કે, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર દ્વારા સમયસર દરમિયાનગીરી કરવા બદલ હું ખૂબ આભારી છું, જે પોલીસના ઝડપી પ્રતિસાદ માટે અને અધિકારીઓ અને તપાસને વેગ આપવા માટે ખૂબ જ મદદ કરી રહી છે, તેમજ ઉદવાડાના રહેવાસીઓ ભૂતકાળમાં દસથી વધુ લૂંટનો ભોગ બન્યા છે અને મેં આનો અંત કરવાનો નિર્ણય લીધો છે. હું આ પગેરૂ આગળ વધારવા જઇ રહ્યો છું અને દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને અમારી સાધનસભર અને તીવ્ર પોલીસ ટીમની મદદથી, સુનિશ્ર્ચિત છે કે લુટારૂંઓ અવશ્ય પકડાઈ જશે. મને ખાતરી છે કે આ તે જ ચોર લોકોનું જૂથ છે જેમણે ઉદવાડામાં અન્ય જગ્યાઓએ પણ ચોરીઓ કરી છે, તેમની પાસે અહીં રહેતા કેટલાક ખબરીઓ (જાસૂસ) છે જેઓ ખાલી મકાનો જોઈ લૂંટારાઓને નિયમિત લૂંટ ચલાવવાની જાણ કરે છે.
પારસી ટાઇમ્સ વાંચકોને ઉદવાડા ઘરફોડ ચોરીઓની પાછળના ચોરને પકડવાની પ્રગતિ વિશે અપડેટ કરતા રહેશે.
- ઝેડટીએફઆઈ સર્કલ ઓફ કાઇન્ડનેસ – સમુદાય સેવાની 15 વર્ષની ઉજવણી કરે છે - 2 November2024
- પુના પારસી પંચાયત 2024 ચૂંટણીના પરિણામો - 2 November2024
- બીજેપીસી શાળાએ પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા - 2 November2024