13મી નવેમ્બર, 2019ને દિને ઘરમાં કામ કરનારે જોયું કે ફરસાક કોટેજ જે ફરામરોઝ મંચેરશા ભાધાનું છે અને ઉદવાડા ગામમાં ભાધા સ્ટ્રીટમાં આવેલું છે તેનો પાછળનો દરવાજો ખુલેલો અને તૂટેલો જોતા ગભરાઈ ગયી હતી. તેણે લૂંટાયેલા ઘરની સામે સ્થિત ઉદવાડાના લોકપ્રિય ‘ઈરાની બેકરી’ ના માલિક રોહિન્ટન ઇરાનીને જાણ કરી, જેમણે શાહીન ઇરાનીને તાત્કાલિક હાજરી આપવા પારડી પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. ગયા મહિને જ 4થી ઓકટોબર, 2019ના દિને ઉદવાડામાં રોહન્ટિન ઈરાનીના ઈનલોસનું ઘર જે ભરડા પરિવારની માલિકીનું છે તેને તોડી પાડી તેમાંથી સોનાના આભૂષણ, રોકડ (રૂ. 1.5 લાખ) અને અન્ય કિંમતી ચીજો લૂંટી લીધા હતા. ભાધાના ઘરને તેજ રીતે લુંટવામાં આવ્યું હતું. જોકે આ હાલની લૂંટ ઇરાની બેકરીની ખૂબ જ નજીકમાં થઈ છે, જ્યાં સીસીટીવી કેમેરા ફીટ કરેલા છે, પણ ફૂટેજમાંથી કંઈ વધુ જાણવા મળ્યું નથી. ઉદવાડાના રહેવાસીઓ છેલ્લા કેટલાક સમયમાં દસથી વધુ લૂંટનો ભોગ બન્યા છે. પીએસઆઈ શક્તિ સિંહ ઝાલા જે હાલમાં પારડી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થયા છે અને આ કેસનો ચાર્જ હાથમાં લીધો છે અને તેમણે ખાતરી આપી છે કે ગુજરાતમાં થઈ રહેલી લૂંટની તળિયે પહોંચવા માટે તેઓ તેમના સંસાધનોનો ઉપયોગ કરશે. કર્ટસી- પારસી ખબર
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024