ઈતિહાસના અમુક તબક્કે, એલેકઝાન્ડરે પર્સીપોલિસની મહાન લાઇબ્રેરીઓને લૂંટી અને તેમાં રહેલા અમૂલ્ય ગ્રંથોનો નાશ કર્યો હતો. દારૂના નશાના આક્રોશમાં તે 21 પવિત્ર નાસ્કનો નાશ કરવામાં સફળ રહ્યો. નાસ્ક પ્રાચીન શાણપણ અને જ્ઞાનને બદલી ન શકાય તેવા પુસ્તકો હતા જેણે સમય, અવકાશ અને શક્તિને વટાવી દીધી હતી. તેઓ આપણા ગહન વિશ્ર્વાસના પાયા હતા. અને કદાચ આ નુકસાન આપણા માટે એકમાત્ર સૌથી મોટું અને સૌથી વધુ વ્યાખ્યા આપતું નુકસાન હતું.
જો કે, અહુનવર પ્રાર્થના, જેને સામાન્ય રીતે ‘યથા અહુ વરિયો’ તરીકે ઓળખવામાં આવે છે, તે ઐતિહાસિક દુર્ઘટનામાં બચાવતી કૃપા છે. ‘યથા’ ના દરેક શબ્દમાં 21 નાસ્કના નામનો સમાવેશ થાય છે. તેથી, આ ખૂબ જ સામાન્ય પ્રાર્થના, જે સંભવત આપણે બાળકો હતા ત્યારથી શીખીએ તે પ્રથમ પ્રાર્થના છે, જેમા 21 નાસ્કનો (આપણા જીવંત પ્રાચીન ગ્રંથો) સાર મળે છે.
આ ‘યથા’ની કૃપા છે, કે જ્યારે સમૂહ નંબર પાઠ કરવામાં આવે છે, ત્યારે તે યશ્તો અને ન્યાયીશો જેવી લાંબી પ્રાર્થનાઓનો વિકલ્પ બની શકે છે. જો કે, ‘યથા’ ના દૈવી જાદુનો અનુભવ કરવા માટે, હું તમને ભારપૂર્વક ભલામણ કરૂં છું કે તમે તેના સારને આત્મસાત કરો. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ અથવા બસ / ટ્રેનની લાઇનમાં રાહ જોતા હોવ અથવા મૂળભૂત રીતે એવી સ્થિતિમાં જ્યાં તમે કંઈપણ કરવામાં સક્રિય રીતે સામેલ ન હોવ, ત્યારે આ સમયનો ઉપયોગ ‘યથા’ પ્રાર્થના માટે કરો. મોટેથી પ્રાર્થના કરો, માનસિક રીતે તમારા અંદરના શ્ર્વાસથી પ્રાર્થના કરો. તમે જે પણ રીતે કરી શકો તે રીતે કરો!
જ્યારે તમે આ પ્રથાને અપનાવશો, ત્યારે ‘યથા’ તમારા શ્ર્વાસનો એક ભાગ બની જશે. તમારા ઘા ઉજાઈ જશે. તમે તમારા કાર્યમાં પ્રગતિ કરશો, લોકોનું તમારા પ્રત્યેનું વલણ બદલાશે.
તે સામાન્ય જ્ઞાન કે કોઈપણ આદતને પ્રાપ્ત કરવા, બદલવા માટે, 21 દિવસનો સમયગાળો જરૂરી છે. યથાને તમારા જીવનના 21 દિવસ આપો, તે તમારા ભાગ્યમાં પરિવર્તન લાવશે!
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024