29મી નવેમ્બર, 2019ને દિને પુનાની સર જમશેતજી જીજીભોય અગિયારીએ 175મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ 300 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જશનની પવિત્ર ક્રિયા પંથકી એરવદ કૈપાશીન રાયમલવાલા સાથે વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને વડા દસ્તુરજી સાયરસ દસ્તુર તથા બીજા તેર મોબેદોએ મળીને કરવામાં આવી હતી. આ પ્રસંગમાં બોલતા સર જમશેતજીએ અગિયારી માટેની સેવાઓ અને ભક્તિ માટે એરવદ રાયમલવાલાનો આભાર માન્યો હતો. અગિયારીના નવીનીકરણ દરમિયાન તેમની સેવાની સ્વીકૃતિમાં સર જમશેતજીએ આર્કીટેકટ ખુશરૂ ઈરાની અને ફિરદોશ ચિન્ધી, ચિન્ધી ઈન્ટીરીયર્સને સ્મૃતિચિહ્નો રજૂ કર્યા હતા. યોહાન પૂનાવાલાને તેમના ઉદાર સમર્થન બદલ સ્મારક તકતી પણ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક મેનેજિંગ કમિટીના અધ્યક્ષ મેહર અંકલેસરીયાએ આભાર માન્યો હતો.
યોહાન પૂનાવાલા ફાઉન્ડેશન દ્વારા બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે અગિયારીની 175મી વર્ષગાંઠ નિમિત્તે ગાર્ડન માટે ફંડ આપવામાં આવ્યું. યોહાન પૂનાવાલા અને તેના પરિવારના સભ્યો દ્વારા આ ગાર્ડનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સર જે. જે. અગિયારી તેમાં એક મુખ્ય હોલ, એક પ્રાર્થના હોલ અને અલગ દાદગાહ અને મુકતાદ રૂમનો સમાવેશ થાય છે – આ બધાને તાજેતરમાં આ પ્રસંગ માટે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024