ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ 2019 તેના મોટા અને સાચાં વચનને પૂર્ણ કરે છે ત્રણ દિવસમાં આખા વિશ્ર્વના 3,000 થી વધુ સમુદાયના સભ્યો હાજર હતા!

ત્રણ દિવસીયના ગાળામાં ફક્ત ભારત જ નહીં પરંતુ આખા વિશ્ર્વના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો – આપણા સમુદાયની ખાસ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બીપીપીના ટ્રસ્ટીઓ કેરસી રાંદેરિયા, નોશીર દાદરાવાલા, ઝર્કસીસ દસ્તુર, અને વિરાફ મહેતાએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આપણા સમુદાયના યુવાન અને વૃદ્ધોએ પારસીપણું જેમકે મોનજાતો, નૃત્યો, નાટકો, ફોટોગ્રાફ્સનું પ્રદર્શન, આપણા ઇતિહાસનું ડિજિટલ પ્રદર્શન અને પ્રાચીન ઐતિહાસિક હસ્તપ્રતો, સંગીત, સાંસ્કૃતિક ફેશનના માધ્યમથી અસંખ્ય પ્રતિભાઓ અને ચિત્રણની મજા માણી હતી.
આઈયુયુ-1લો દિવસ
કાર્યક્રમની શરૂઆત ઈરાનશાહ આતશબહેરામમાં હમા અંજુમનની માચી અને જશનની પવિત્ર ક્રિયા કરી કરવામાં આવી હતી. ઉદવાડા ગામમાં વિન્ટર ફેસ્ટ ગ્રાઉન્ડમાં ઠંડીમાં રમતગમતના કાર્યક્રમો થવા પામ્યા હતા. પહેલી સાંજના યજમાન હતા નૌહિદ સાયરસી અને વિરાફ પટેલ. પાક ઈરાનશાહને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો ‘નમસ્તે ઈરાનશાહ’ વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો અને આ માટે જીમી મીસ્ત્રીનો આભાર માનવામાં આવ્યો હતો.
મહારૂખ ચિચગરે દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક – પ્રફુલ પટેલ, ઈરાનશાહ, ઉદવાડાના વડા દસ્તુરજી – ખુરશેદ દસ્તુર; મુંબઇના શેઠ એચ.બી. વડિયા આતશ બહેરામના વડા દસ્તુરજી- દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ; ડબ્લ્યુઝેડઓનાં ચેરમેન અને ઉદવાડાના વિકાસ માટે ફેડરેશનના ટ્રસ્ટી – દિનશા તંબોલી; મેડિસન વર્લ્ડ અને મેડિસન કમ્યુનિકેશન્સના સ્થાપક, અધ્યક્ષ અને એમડી – સામ બલસારા; એક્સવાયઝેડના સ્થાપક – હોશંગ ગોટલા અને હવોવી દસ્તુર સહિત સ્ટેજ પરના મહાનુભાવોને આમંત્રણ આપીને આગલા સેગમેન્ટમાં દિવો પ્રગટાવી યજમાન પદ સંભાળ્યું હતુ.
દસ્તુરજી ખુરશેદ દસ્તુરે તેમના સ્વાગત પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિનો આભાર વ્યક્ત કર્યો હતો, જે આઇયુયુમાં પરિણમ્યો હતો. અને વિશ્ર્વભરના જરથોસ્તીઓને આઈયુયુ કાર્યક્રમમાં ભાગ લેતા જોઈ તેઓ ખુબ આનંદિત થયા હતા.
સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આઈયુયુ 2019 સંભારણું શરૂ કરાયું હતું. સ્ટેજ પર એરવદ રામિયાર કરંજીયા ચિત્રકાર કેટી બગલી સાથે ‘માર્વલ્સ ઈન ધ લાઈફ ઓફ પ્રોફેટ જરથુસ્ત્ર’ પુસ્તકનું વિમોચન કરવા આગળ આવ્યા હતા.
શેરેઝાદ (શેરી) શ્રોફ, મીકી મહેતા, આદિલ સુમારીવાલાનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રફુલ પટેલનું સન્માન કરવામાં આવ્યું તેમણે સમુદાય પ્રત્યેની તેમની ચાહના શેર કરી અને આઇયુયુ માટે હાજર રહી પોતાનો આનંદ વ્યકત કર્યો હતો.
આગળ, હવોવી કરંજિયાએ કી-બોર્ડ પર હુફ્રીશ બામજી સાથે, સુરીલા મોનજાતો રજૂ કર્યા. યઝદી કરંજીયા અને મહારૂખ ચિચગરે ‘ગુજરાતની આરસી અમે પારસી’ના નામ હેઠળ ઘણા નાના નાટકો પ્રદર્શિત કર્યા હતા, જે પાછળથી ડિમ્પલ ડેપ્યુટી અને તેના નૃત્ય સહકારીઓ સાથે સન્માનિત થયા હતા.
આઈયુયુ એન્કર અને અભિનેતા વિરાફ પેટેલે પારસી ટાઇમ્સને કહ્યું, ‘આઈયુયુ 2019નો ભાગ બનવું રોમાંચક હતું. હું શરૂઆતથી જ આઈયુયુ સાથે સંકળાયેલું છું.’ કાર્યક્રમના અંતમાં શાનદાર પારસી ડિનર પીરસવામાં આવ્યું હતું જેના કેટરર હતા સુરતના નોઝર દારૂવાલા અને ફ્રેની દારૂવાલા.
આઈયુયુ 2019 – 2જો દિવસ
બીજા દિવસે, 28 મી ડિસેમ્બર, 2019 ના રોજ, વિન્ટરફેસ્ટ ગ્રાઉન્ડ ખાતે મિકી મહેતા સાથે મનોરંજન, માવજત અને યોગા સાથે સવારના સત્રની શરૂઆત કરાઈ, જેમાં મનોરંજક કાર્યક્રમોની ઘણી યોજનાઓ હતી. હેરિટેજ વોકનું સંચાલન આર્કિટેક્ટ જમશીદ ભિવંડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એક્સવાયઝેડ ફાઉન્ડેશનના સ્થાપક, હોશંગ ગોટલા દ્વારા ટ્રેઝર હન્ટ કરવામાં આવ્યું હતું. હિલ્લા અને શેઝાદ મરોલીયા દ્વારા કૂકરી વર્કશોપ યોજવામાં આવ્યો હતો. પરવેઝ દમણિયા અને રતન લુથ દ્વારા પારસીઓ અને આપણો અદભૂત વારસો અને સંસ્કૃતિનું નિરૂપણ કરતું શાંતનુ દાસનું ફોટો પ્રદર્શન યોજાયું હતું.
સુની તારાપોરવાલાના ફોટોગ્રાફ્સ ઇરાનશાહ આતશબહેરામ તરફ દોરી જતી ગલીમાં પ્રદર્શિત કરાયા હતા.
સાંજના યજમાનો હતા હોરમઝ રાગીના અને દાનેશ ખંબાતા. ઉદવાડા સ્કૂલના વિદ્યાર્થીઓએ સંદેશાને રેખાંકિત કરતા નૃત્યો રજૂ કર્યા, આપણા પર્યાવરણના રક્ષક બનો. તમે જે ફેરફારને જોવા માંગો છો તે બનો. વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુરે બીજા દિવસે તેમના સંબોધનમાં બધાને આવકાર્યા હતા અને વાત કરી હતી કે કેવી રીતે આપણા પૂર્વજો મહાન સ્વપ્નદ્રષ્ટા હતા.
હોશંગ ગોટલાએ પારસી સમુદાયને શુભેચ્છાઓ પાઠવતા અને સફળ આઈયુયુ 2019 ની શુભેચ્છા પાઠવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિશેષ સંદેશ વાંચ્યો હતો. પારસી ટાઈમ્સ જે આઈયુયુની શરૂઆતથી તેમનો એકમાત્ર મીડિયા પાર્ટનર હોવા બદલ આભાર માન્યો હતો. આ પછી દુબઈ સ્થિત મેહર ભેસાનીયા દ્વારા લખાયેલ ‘માય ગોલ્ડન બુક ઓન ઝોરાસ્ટ્રિયનીઝમ’ના પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેની સાથે પુસ્તકની ઝલકને પ્રકાશિત કરતી ટૂંકી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. આશદીન લીલાઉવાલા દ્વારા ગારાકામ રજૂ કરતો ફેશન શો રજૂ કરવામાં આવ્યો હતો. આશદીન લીલાઉવાલા અને સુની તારાપોરવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આઈયુયુ 2019 નું સૌથી ઉત્કૃષ્ટ હાઇલાઇટ નાટક હતું, ‘અમર જ્યોતિ જરથુસ્ત્ર’ – મિથુ જેસિયા અને મંચેરજી એદલજી જોશી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઉત્કૃષ્ટ પ્રોડક્શન, જેમાં અહુરા મઝદાના જીવનમાં તબક્કાઓની વાર્તા પ્રતિમાઓ દ્વારા દર્શાવવામાં આવી હતી. મિથુ જેસિયાનું સન્માન તથા મઝદા ઇવેન્ટ્સના આરીશ દારૂવાલાનો ઉત્તમ સાથ આપેલા મ્યુઝિક સ્કોર માટે ખાસ આભાર માન્યો હતો. પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં આરીશે કહ્યું હતું કે, ‘શરૂઆતથી જ મઝદા ઇવેન્ટ્સ આઈયુયુનો ભાગ છે. હું વિડિઓ સેટઅપ ફોટોગ્રાફી અને એલઇડી સ્ક્રીન માટેના સંપૂર્ણ તબક્કાના તકનીકી કામગીરીને સંભાળવાની તક માટે વડા દસ્તુરજી સાહેબ અને આઈયુયુ સમિતિનો આભાર માનું છું. મિથુ જેસિયાએ અમને ગ્રાફિક્સ, બેકગ્રાઉન્ડ સ્કોર અને શો માટે લાઇટિંગની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી – જે અમારૂં મુખ્ય યોગદાન હતું. છેલ્લે રાતના ડિનરથી કાર્યક્રમ પૂરો થયો હતો.
આઈયુયુ 2019 – 3જો દિવસ
અંતિમ દિવસનું આયોજન માહરૂખ ચિચગરે કર્યું હતું, અને તેની શરૂઆત મોનાજાતથી શરૂ થઈ હતી. દસ્તુરજી ખુરશેદ દસ્તુરે સીએમ વિજય રૂપાણીની પ્રશંસા કરી અને આપણા સમુદાયના હંમેશાં સમર્થક હોવા બદલ આભાર માન્યો. દિનશા તંબોલી અને પત્ની બચી તંબોલીનો પણ સતત સહયોગ અને યોગદાન બદલ આભાર માન્યો હતો. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, ‘આઈયુયુ 2019માં હાજર રહેવું તેમના માટે સન્માનની વાત છે અને આમંત્રણ બદલ વડા દસ્તુરજીનો આભાર માન્યો હતો.’ અંતિમ સમાપન હોશંગ ગોટલા દ્વારા આપવામાં આવેલ આભાર માન સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌએ પારસી ગંભારનો આનંદ માણ્યો હતો.
છેલ્લે પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં, દસ્તુરજી ખુરશેદે કહ્યું, ‘મને ખરેખર ખુશી થઈ છે કે આપણે 2019માં બીજું મોટું આઈયુયુ યોજવામાં સફળ થયા. મને સૌથી વધુ આનંદ થયો કે આપણા સમુદાયના 350 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આપણું વાસ્તવિક પારસીપણું છે સાથે રહેવું, પ્રાર્થના કરવી અને સાથે જમવું અને સાથે મસ્તી કરવી!
ડો. સાયરસ પુનાવાલાનો આપણામાંના વિશ્ર્વાસ માટે અને આઈયુયુમાં તેમના ખૂબ મૂલ્યવાન સમર્થન માટે હું હંમેશા આભારી છું. આઈયુયુ 2019 ને પ્રાપ્ત કરવા બદલ હું સીએમ રૂપાણીનો પણ આભારી છું. હું અમારા એક્સક્લુઝિવ મીડિયા પાર્ટનર – પારસી ટાઇમ્સનો આભાર માનું છું જે શરૂઆતથી અમારી સાથે છે, અને અમને આ પ્રસંગ માટે પ્રચાર પ્રદાન કરે છે. હું આપણા તમામ શુભેચ્છકો અને સમર્થકોનો પણ આભાર માનું છું.

Leave a Reply

*