30 મી જાન્યુઆરી, 2020 ના રોજ, ઇરાનમાં ઘણાં જરથોસ્તીઓ તાફટ (મધ્ય યઝદ)માં, મધ્ય શિયાળામાં જશ્ન-એ-સદેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા, તેહરાન, શિરાઝ અને કેરમાન સહિત ઇરાનનાં અન્ય શહેરોમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં આતશની પૌરાણિક શોધ હોવાના સારને ધ્યાનમાં રાખીને, લાકડાને આગ ચાપવામાં આવે છે. જ્યારે આ કાર્યક્રમ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે.
આ તહેવાર 50 દિવસ અને 50 રાત ઇરાની નવા વર્ષ, નૌરૂઝ (નવરોઝ) ની ઉજવણી કરે છે. વિશાળ જગામાં ખુલ્લી અગ્નિ પ્રગટાવતા પહેલા, જરથોસ્તી મોબેદો સફેદ સુતરાઉ ઝભ્ભા પહેરે છે અવેસ્તાના શ્ર્લોકોનું પાઠ કરે છે, જરથોસ્તી છોકરાઓ અને છોકરીઓ હાથમાં ટોર્ચ પકડી ઝાડીઓમાં ફરતે ફરતા હોય છે અને આતશના અજવાળામાં ટોળાના લોકો ઉલ્લાસથી ચિયર્સ કરે છે.
કર્ટસી: તેહરાન ટાઈમ્સ
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024