પાકિસ્તાનના તુશ્ના અને રોની પટેલે ફરીથી કાર રેલી જીતી!

18 મી અને 19 મી જાન્યુઆરી, 2020માં પાકિસ્તાન સ્થિત તુશ્ના પટેલે, પાકિસ્તાનના પ્રથમ મહિલા રેલી ડ્રાઈવર, જેમણે મેક્સ ડર્ટ અરેના ઈન હબ (કરાચીથી એક કલાકના અંતરે) ખાતે યોજાયેલી ટોયોટા હાઇવે મોટર્સ દ્વારા 7મી હબ કાર રેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 20 કિલોમીટર લાંબી ટ્રેક પર બનેલી આ રેલીમાં દેશભરના વેટેરન રેસર્સોએ ભાગ લીધો હતો આજુબાજુ […]

કયોમર્ઝ ઈરાનીને પ્રેસીડન્ટ પોલીસ મેડલ એનાયત!

ઇરાની કૌટુંબિક પરંપરાની સિધ્ધિને ચાલુ રાખીને અને સમુદાયને ગૌરવ અપાવતા, ટોપ-કોપ કયોમર્ઝ બોમન ઈરાનીને 26મી જાન્યુઆરી, 2020ના રોજ ભારતના 71માં પ્રજાસત્તાક દિને, પ્રતિષ્ઠિત પ્રેસિડન્ટ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રેસિડન્ટ પોલીસ મેડલ પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસ પર શૌર્ય અને વિશિષ્ટ સેવાઓ માટે ભારતના કાયદા અમલીકરણ અધિકારીઓને દર વર્ષે આપવામાં આવતી ભેટ છે. કયોમર્ઝ […]

પ્રજાસત્તાકને દિને રૂસ્તમજી ડાંગોરને કચ્છ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી

26 જાન્યુઆરી, 2020 ના પ્રજાસત્તાક દિવસે, કચ્છની અંજાર તહસીલ, પાલિકાના પ્રમુખ તરીકે શાસન કરનાર રૂસ્તમજી નશરવાનજી ડાંગોરના સ્ટેચ્યુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રૂસ્તમજીએ 1966 થી શરૂ થતાં તેમના સત્તર વર્ષના કાર્યકાળ દરમિયાન અંજારના રહેવાસીઓના ઉપયોગ માટે અસંખ્ય જાહેર સવલતો અને અન્ય ઘણી જરૂરી સુવિધાઓ રજૂ કરવા અને વિકસાવવા માટેનો આધાર બનાવ્યો હોવાનો શ્રેય આપવામાં […]

ક્યોમર્ઝ ઇચ્છાપોરિયા એનસીસીનું પ્રતિનિધિત્વ કર્યુ

26મી જાન્યુઆરી, 2020ના પ્રજાસત્તાક દિવસના રોજ, આંધ્ર પ્રદેશના રાષ્ટ્રીય કેડેટ કોપ્સ(એનસીસી) અને તેલંગણા ડિરેકટોરેટનું પ્રતિનિધિત્વ કરવા સિકંદરાબાદના 14 વર્ષીય કયોમર્ઝ ઇચ્છાપોરીયાની પસંદગી કરવામાં આવી હતી. પારસી છોકરાના એપી અને તેલંગાણા ડિરેકટોરેટનું પ્રતિનિધિત્વ કરતા હોવાના સમાચાર સાંભળીને આર્મી ચિફ પોતે જ કયોમર્ઝને પ્રોત્સાહન આપવા માટે આવ્યા હતા.

નાની પાલખીવાલા પર એક નાટક

ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી નાનાભોય અથવા નાની અરદેશીર પાલખીવાલાની શતાબ્દી જન્મ જયંતી (16 જાન્યુઆરી, 2020) ની શ્રધ્ધાંજલિ તરીકે, ચેન્નાઇના ડમીઝ ડ્રામા જૂથે તેના નવા બે કલાકના નાટક ધરણીયિન પેરૂમાઇનું ઉદ્ઘાટન કર્યું – જેનો અર્થ થાય છે. વિશ્ર્વનું ગૌરવ – નાના પાલખીવાલાનું એક દસ્તાવેજ-નાટક, માયલાપોર ફાઇન આર્ટ્સ ખાતે યોજાયું, જેમાં બાળપણથી જ નાનીના જીવનના ઘણા […]

ઈરાનમાં જરથોસ્તીઓ દ્વારા જશ્ન-એ-સદેહનું અવલોકન કરવામાં આવ્યું

30 મી જાન્યુઆરી, 2020 ના રોજ, ઇરાનમાં ઘણાં જરથોસ્તીઓ તાફટ (મધ્ય યઝદ)માં, મધ્ય શિયાળામાં જશ્ન-એ-સદેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા, તેહરાન, શિરાઝ અને કેરમાન સહિત ઇરાનનાં અન્ય શહેરોમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં આતશની પૌરાણિક શોધ હોવાના સારને ધ્યાનમાં રાખીને, લાકડાને આગ ચાપવામાં આવે છે. જ્યારે આ કાર્યક્રમ તેની પરાકાષ્ઠાએ પહોંચે […]

પીડા અને પ્રાર્થના

ભૂલશો નહીં કે પૃથ્વી તમારા ખુલ્લા પગ અને ખુલ્લા વાળ સાથે રમવા માંગે છે. વૃક્ષો એ કવિતાઓ છે જે પૃથ્વી આકાશ પર લખે છે, અને તે નીચે પડી ગયા છે અને તેમને કાગળમાં ફેરવી દીધા છે કારણ આપણે આપણું ખાલીપણું તેમાં રેકોર્ડ કરી શકીએ. હું પર્વતની ટોચને પસાર કરી ગયો છું અને મારો આત્મા સંપૂર્ણ […]

ગુશ્તાસ્પની બાનુ કયટાયુન કયસર કયતાયુનને ગુશતાસ્પને આપે છે

કયસરના મહેલમાંથી કયટાયુન અને ગુશ્તાસ્પ દુ:ખી દિલ સાથે બહાર નીકળ્યા તેઓ પેલો દેહકાન, જેને ત્યાં ગુશ્તાસ્પ ઉતર્યો હતો તેને ઘેર ગયા. તેણે તેઓને દિલાસો દીધો કે ‘ફીકર નહીં સંતોષ પકડો.’ એમ કહી તેણે તે ધણી-ધણીયાણી માટે બીસ્તરો પાથર્યો અને તેઓને બેસાડયા. ગુશ્તાસ્પે તે ઉપરથી તેની ઉપર ઘણી આફ્રીન કીધી. હવે કયટાયુન જો કે ઉપર મુજબ […]

બુક લોન્ચ: ‘ઓનર બાઉન્ડ’, સરોશ ઝાઈવાલા દ્વારા

તા. 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ની સાંજે, ભારતીય મૂળના અને લંડન-આધારિત, સરોષ ઝાયવાલા દ્વારા લખાયેલા પુસ્તક ‘ઓનર બાઉન્ડ – ઇંગ્લિશ કોટર્સમાં એક ભારતીય વકીલની એડવેન્ચર’ પુસ્તકનું પ્રેસ લોંચિંગ હતું. મુંબઈ પ્રેસ ક્લબ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લેખક સાથે ઉપસ્થિત રહેલા અગ્રણી ઉદ્યોગપતિ અદિ ગોદરેજ, આશિસ રે – લંડન સ્થિત બ્રોડકાસ્ટર અને […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તેણી એ કહ્યું કે ‘હું કાઈ આ ઘરની એકલી માલેક નથી પણ તમો જો થોડો વાર થોભશો તો તમારી અરજનો જવાબ લઈ પાછી આવું છુ.’ પછી જઈને તેણીએ જાફરની સઘળી હકીકત પોતાની બહેનોને કહી. તેઓ શું કરવું તે વિચારમાં પડયા પણ તેઓ જાતે માયાળું દિલના હતા અને એજ રીતનો ઉપકાર તેઓએ તે ત્રણ ફકીરોની ઉપર […]