એક વાર એક રાજા હતો, તેનું રાજ્ય અને સેના બહુ મોટી ન હતી અને એ રાજાનો કિલ્લો અને રિયાસત પણ નાની હતી અને સેનામાં વધીને 150-200 લોકો જ હતા.
એક વખત તે રાજ્ય પર પડોશી રાજાની નજર પડી અને તેને પેલા રાજ્ય પર હમલો કરવાનું નક્કી કર્યુ, તે રાજ્ય પાસે આશરે પેલા રાજ્ય કરતા પાંચ ગણી એટલે કે 1000 જેટલી ફોજ હતી. પછી તેને તેની ફોજ સાથે લઈને પેલા રાજ્ય પર હમલો કરી દીધો.
હવે આ રાજ્ય ને ખબર પડી કે આપણી પર હમલો થયો છે. બધા ફોજના લોકો અને રાજ્યના લોકો મુંઝવણમાં પડી ગયા. પરંતુ રાજાનો વિચાર અનોખો જ હતો, તેને આખી ફોજને ભેગી કરીને પ્રેરણા આપતા કહ્યુ કે, ‘જો તમે સારી રીતે અને ચતુરાઈથી દુશ્મનનો સામનો કરો તો આપણાથી પણ જીતી જવાશે.’ પરંતુ કોઈને રાજાની વાત પર વિશ્ર્વાસ આવતો ન હતો. બધા કહી રહ્યા હતા કે અમે માત્ર આટલા જ લોકો છીએ અને તે લોકો હજારોની સંખ્યામાં છે, તો પછી આપણે કઈ રીતે જીતી શકીએ.
રાજાએ કહ્યું આપણે એક કામ કરીએ આપણે આપણા નસીબ ને અજમાવી જોઈએ અને જાણીએ કે નસીબ શું કહેવા માગે છે. આથી રાજાએ એક સિક્કો લીધો સિક્કો લઈને તેને હવામાં ઉછાળ્યો પછી તેની પ્રજા અને ફોજને કહ્યું કે જો સિક્કામાં હેડ્સ આવે તો આપણે જીતી જઈશું અને ટેલ્સ આવે તો આપણે હારી જઈશું. આથી લોકોમાં આશ્ર્ચર્ય વ્યાપી ગયુ. જ્યારે સિક્કો નીચે આવ્યો ત્યારે લોકોના આશ્ર્ચર્યની વચ્ચે તેમાં હેડ્સ આવ્યુ. આથી લોકો રાજી થઈ ગયા કે આપણા નસીબમાં તો જીતવાનું લખ્યુ છે. આ પછી ફોજમાં નવો જ ઉમંગ, જુસ્સો અને હિમ્મત આવી ગઈ અને તેઓએ દુશ્મનના આક્રમણનો લડીને બદલો આપવાનું શરૂ કર્યુ અને લોકોએ મનોમન માની લીધુ હતુ કે તેઓ જીતી જ જશે અને દુશ્મન સામે લડવાનું ચાલુ રાખ્યુ. દરેક ફોજીની હિમ્મત અને તાકાત રંગ લાવી, અંતે એ લોકો જીતી ગયા.
યુધ્ધ પુરું થયુ, રાજા એ પ્રજા અને ફૌજ ને આદેશ આપ્યો કે દરેકે રાત્રે મીજબાનીમાં હાજર રહેવું.
આથી જીતના જશ્ન માટે બધા લોકો ભેગા થયા. ફોજમાંથી તેના વડાએ રાજાને કહ્યુ ‘મહારાજ, નસીબનો ખેલ પણ કેવો જોરદાર છે, આપણને હારમાંથી ઉગારી લીધા. આપણા નસીબમાં જીતવાનું લખ્યુ હતુ એટલે આપણે જીતી ગયા!’
રાજાએ કહ્યુ ‘હા, નસીબનો ખેલ જોરદાર જ હોય છે. પછી તેને પહેલો સીક્કો હવામાં ઉછાળ્યો હતો તે સીક્કો દેખાડ્યો અને એ જોઈને ફોજના વડાના હોંશ ઉડી ગયા કારણ કે સીક્કાની બંને બાજુ હેડ્સ જ હતુ.
એટલે કે સીક્કાની બંને બાજુ હેડ્સ હોવાથી તે ગમે તેમ પડ્યો હોત તો હેડ્સ જ આવત. આનાથી એક વાત સાબીત થઈ શકે કે જીત અને હાર આપણા મગજમાં જ છે, જો આપણે વિચારીએ કે આપણે જીતીશું તો આપણને જીતતા કોઈ રોકી શકતુ નથી.
અને ઘણી વાર જીંદગીમાં સફળતા ન મળવાના ડરથી આપણે કામ કરવાનું ટાળીએ છીએ. પરંતુ કામ જ નહીં કરીએ તો સફળતા કઈ રીતે મળી શકે? આથી મનમાં નક્કી કરીને કામ કરવાનું ચાલુ કરવું જોઈએ, પછી સફળતા મેળવતા કોઇ રોકી નહીં શકે.
થીન્ક પોઝીટીવ!
આ છે એક વાર્તા પણ જીવનમાં ઉતારજો!
![](https://parsi-times.com/wp-content/uploads/2018/01/karma.jpg)
Latest posts by PT Reporter (see all)