કયોમર્ઝ ઈરાનીને પ્રેસીડન્ટ પોલીસ મેડલ એનાયત!

ઇરાની કૌટુંબિક પરંપરાની સિધ્ધિને ચાલુ રાખીને અને સમુદાયને ગૌરવ અપાવતા, ટોપ-કોપ કયોમર્ઝ બોમન ઈરાનીને 26મી જાન્યુઆરી, 2020ના રોજ ભારતના 71માં પ્રજાસત્તાક દિને, પ્રતિષ્ઠિત પ્રેસિડન્ટ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રેસિડન્ટ પોલીસ મેડલ પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસ પર શૌર્ય અને વિશિષ્ટ સેવાઓ માટે ભારતના કાયદા અમલીકરણ અધિકારીઓને દર વર્ષે આપવામાં આવતી ભેટ છે.
કયોમર્ઝ ઇરાની, 1993-1994ની બેચમાંથી સ્નાતક થયા પછી, તેમના ભાઈ સાયરસ ઈરાની સાથે, ઓગસ્ટ 2019માં ગત વર્ષના સ્વતંત્રતા દિવસ દરમિયાન સમાન સન્માન પ્રાપ્ત કરનાર, ડાયરેક્ટ પીએસઆઇ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) તરીકે પોલીસ દળમાં જોડાયા, જે પારસી ટાઇમ્સે રજૂ કર્યુ હતું. દેશની સેવા કરવી એ ઇરાનીઓ માટે ગૌરવપૂર્ણ પરંપરા છે, કારણ કે તેમના સ્વર્ગસ્થ પિતા, બોમન બહેરામ ઇરાની, ભાભા અણુ સંશોધન કેન્દ્રમાં કાર્યરત હતા અને માતા, પીરોજા રાજ્ય આબકારી વિભાગમાંથી ઓફીસ સુપરિટેન્ડન્ટ તરીકે નિવૃત્ત થયા છે.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં કયોમેર્ઝે કહ્યું હતું કે, ‘હું આ એવોર્ડ પ્રાપ્ત કરતા ગર્વ અનુભવું છું કારણ કે એવું લાગે છે કે મારી મહેનતને માન્યતા મળી છે. આપણા રાષ્ટ્રની સેવા કરવા બદલ મને સન્માન મળ્યું છે. હું આપણા સમુદાયના યુવાનોને સખત મહેનત કરવા કહેવા માંગુ છું, અને ફક્ત ખાનગી નોકરી પર ધ્યાન કેન્દ્રિત ન કરવાને બદલે સરકાર સંબંધિત નોકરીની તકો તરફ વધુ વલણ ધરાવું છું, કારણ કે આપણા સમુદાયમાંથી ભાગ્યે જ કોઈ સરકારી નોકરીમાં કામ કરે છે. કેટલાક દાયકા પહેલા, ઘણા પારસીઓ રાષ્ટ્રની સેવા કરતા હતા અને સમુદાયને વધુ સારા ચહેરા આપતા હતા. પારસી આપણા દેશના નિર્માણમાં મોટો ફાળો આપ્યો છે અને હું આશા રાખું છું કે આપણી આવનારી પેઢી ઉદારતા અને સખત મહેનતથી દેશની સેવા કરીને
વારસો ચાલુ રાખશે.’

Leave a Reply

*