હું આ શહેરમાં રહું છું પણ આજ શિવાય આ ઘરમાં હું કદી આવ્યો નથી અને જેમ તમે મને અત્રે જોઈને અજબ થયા છો તેમ તમારી મંડળીમાં હું આવી પડયો છું તેથી હું પણ થોડો અચરત થતો નથી પણ સર્વેથી વધારે અચરતી મને જે લાગે છે તે એ કે આ ઘરમાં એક મરદ પણ દિસ્તો નથી.
ખલીફ તથા તેના સોબતીઓ અને તેજ માફક તે ફકીરો એમજ વિચારતા હતા કે તે હેલકરી તે ઘરને લગતો આદમી હશે અને જે બીનાનો ભેદ જાણવાની તેઓ આરજુ રાખતા હતા. તે તે જણાવી શકશે, પણ તેમાં તેઓ નિરાશ થયા. ખલીફે કહ્યું કે ‘જે બને તે કરી પણ આ કૌતકનો ભેદ જાણ્યા વગર રહેવું નહીં. તમે મારી વાત સાંભળો! આપણે સાત મર્દો છીએ અને આ ત્રણ સ્ત્રીઓ છે તેથી જે ખબરોની આપણને જરૂર છે તે તેઓ પાસેથી આપણે જબરદસ્તી કઢાવી લઈએ તેમછતાં પણ જો તેઓ ના પાડશે તો આપણે તેથી વધારે સખત ઉપાય કામે લગાડીશું.’ ખલીફનો વડો પ્રધાન જાફર તે ગોઠવણની સામે થયો અને તે ગોઠવણ બતલાવનાર ગ્રહસ્થને ફકીરો આગળ ઉઘાડો પાડયા વગર તે ગોઠવણથી ખલીફના હકમાં કેટલું નુકસાન થશે તે તેણે ખલીફને સમજાવ્યું, કારણ કે જ્યારે તે વજીર ખલીફની સાથે વાતચીત કરતો ત્યારે ગોયા બે સાદાગરો એકબીજામાં વાતો કરતા હોય તેમ તે બોલતો હતો. વજીરે ખલીફને કહ્યું, ‘સાહેબ! તમેજ વિચાર કરો કે આપણને આપણી હોરમત જાળવવી છે. આપણને આ ઘરમાં દાખલ કરતી વેળાએ સ્ત્રીઓએ આપણી સાથે કઈ સરતો કીધી છે તે તો તમે સારી પેઠે જાણો છો. અલબત્તે આપણી મતલબ હતી તે માટે તે સરતો આપણે કબુલ રાખી. અગરજો તે કરારને આપણે તોડયે તો તેઓ આપણને શું કહેશે? જો આપણા કહ્યા ને આધિન થઈ જો આપણે કાંઈ જબરદસ્તી વાપર્યે તો તેનું કાંઈ ખરાબ પરિણામ આવે તો તે માટે ફકત આપણે પોતેજ જવાબદાર છીએ. એમ ધારવુંજ નહીં જોઈએ આ સ્ત્રીઓ આપણી પાસથી જે કબુલાત કીધી છે જો આપણે તોડયે તો તે માટે ઘટતી રીતે બદલો લેવાને તેઓ શક્તિવાન નહીં હશે.’
(ક્રમશ)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025