એક દિવસની વાત છે અમારા બપયજી રસ્તા ઉપર બોલતા બોલતા જઈ રહ્યા હતા કે મારી વહુ પાગલ થઈ ગઈ છે ઉંમર મારી વધી ગઈ છે અને તે પોતે દરરોજ દુધી, મગની દાળ વગેરે વગેરે અમને ખવડાવે છે આ બધું રોજ કોને ભાવે?
આજે તો ગમે તે થાય હું મારી પસંદની શાકભાજી લઈને જ રહીશ. પાલક પનીર, મટર પનીર, કોબીજ બટેટા વગેરે શાક ખાધા ને તો જાણે વર્ષો વીતી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મોઢાનો સ્વાદ બગાડી નાખ્યો છે. જ્યારે આ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને અપચો પણ પીછો છોડવાનું નામ નથી લેતો.
આવી રીતે બપયજી બોલતા બોલતા માર્કેટ તરફ જઈ રહ્યા હતા એવામાં તેનો દીકરો સામ તેનો પૌત્ર નોઝર અને તેની પત્ની રોશની સામેથી આવી રહ્યા હતા, તેઓની પોતાની સ્ટેશનરીની દુકાન હતી અને બપોરે ત્રણે સાથે જમવા માટે પાછા ફરી રહ્યા હતા.
એવામાં તેના પૌત્રનું ધ્યાન બપયજી તરફ પડ્યું એટલે તરત નૌઝરે પૂછ્યું ‘બપ્પી તમે આવા સમયે ક્યાં જાઓ છો? શું તમે ફરવા જાઓ છો? અને જો ફરવા જતાં હોય તો પણ આ રસ્તો તો બગીચા તરફ જતો નથી.’
એટલે બપયજીએ જવાબ આપતા કહ્યું કે બગીચામાં નહીં હું તો શાકભાજી લેવા માટે માર્કેટમાં જઈ રહી છું.
એટલે સામે જવાબ આપ્યો કે ‘તમે શું કામ જઇ રહ્યા છો? શીરીન ક્યાં છે શું તે શાકભાજી લેવા નથી ગઈ? અચ્છા એક કામ કરો લાવો મને જણાવી દો તમારે શું લેવું છે હું તમને લઈ આપું છું.’
બપયજીએ કહ્યું કે ‘રહેવા દે તું પણ શીરીન જે કહે તેજ લાવીશ દૂધી, મગની દાળ વગેરે. એના કરતાં મારે મારી પસંદગીનું લેવું છે એટલે હું જ લઈ આવું છું.’
સામે કહ્યું, મમ્મી તમને તો ખબર છે કે તેની વાત કાપીને બપયજીએ જવાબ આપ્યો કે બસ હવે તું ઘરે જા હું જાઉં છું માર્કેટમાં. આથી તેના સામે સ્થિતિને પારખીને તેના દીકરા વહુ બંને ને ઘરે જવાનું કહ્યું અને તેની માતાને કહ્યું કે અચ્છા તમને જે પસંદ હોય તે લઈ લો પરંતુ હું તમારી સાથે આવીશ.
બપયજીએ કહ્યુ કે એક શરત એ તું મારી સાથે આવી શકે છે. હું જે પણ કંઈ શાકભાજીની ખરીદી કરું તેમાં તું વચ્ચે બોલતો નહિ અને મને કોઈ જાતની મનાઈ કરતો નહીં. અને આ બધી શાકભાજી ના પૈસા પણ હું આપીશ. તુજે મને દર મહિને પૈસા આપે છે ખર્ચા માટે તેમાંથી ઘણા ભેગા થયા છે મારે, અને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો હજુ તો હું તમને જાણ કરું તે પહેલાં જ તમે લઈને મારી સામે રજૂ કરી દો છો.
આથી સામે થોડું હસીને કહ્યું ઠીક છે હું તમારી સાથે આવું છું.
શાકમાર્કેટમાં પહોંચ્યા તો બપયજીએ કોબી, બટાટા, પનીર, વટાણા વગેરે ઘણા શાક-ભાજી લીધા અને પછી તેના દીકરાને કહ્યું કે તારી પણ કોઈ પસંદગીનું શાક હોય તો લઈ લે.
તેના દીકરા એ દૂધી લેવડાવી.
બંને શાકભાજી ખરીદી કરીને ઘરે આવ્યા અને શાકભાજી રસોડામાં આપ્યું અને શાક બનાવવાનું કહ્યું, બંને સાસુ વહુએ ભેગા મળીને બપયજી તેમ જ બધા માટે તે શાક બનાવ્યું અને થોડા જ સમયમાં બધું તૈયાર કરીને ટેબલ ઉપર ગોઠવી દીધું.
બધા લોકો ડાઈનીંગ ટેબલ ઉપર બપયજીના જમવાની શરૂઆત કરે તેની રાહ જોઇ રહ્યા હતા એવામાં બપયજીએ કહ્યું કે શીરીન, મારા માટે દૂધી અને મગની દાળ બનાવી છે તે આપી દો.
એટલે બધા એકબીજા સામે જોવા લાગ્યા કે આટલું બધું શાક બનાવ્યું તો બપયજીએ દૂધી અને મગની દાળ કેમ માંગી?
બપયજીએ હસીને કહ્યું કે શું તમે બધા મારી સામે જોઈ રહ્યા છો? હું મારા માટે આ બધું શાક લેવા માંગતી નહોતી પરંતુ હું બીમાર છું અને મારા માટે દૂધી અને મગદાળ બને છે તો એનો મતલબ એવો નથી કે તમે બધા પણ મારા કારણે એવું જ જમવાનું ખાઓ. આથી હું માર્કેટમાં જઈને બધા ને ભાવે તે માટે આવા શાકભાજી લઈને આવી.
અને હું બધું જ જાણું છું કે મારા માટે કયો ખોરાક પૌષ્ટિક છે, અને હું પણ એ જ ખોરાક ખાવા માંગું છું પરંતુ મારા કારણે તમે લોકો શું કામ તમારો સ્વાદ બગાડો છો આથી કોઈ દિવસ થોડું ચટપટું પણ ખાવું જોઈએ.
અને હા તમે બધા ખાવો પીવો સ્વસ્થ રહો એ જ હું ઇચ્છું છું. આટલું બોલીને બપયજીએ જમવાનું શરૂ કરી દીધું.
બધા લોકો એકબીજા સામે જોઈને મરકમરક હસી રહ્યા હતા, અને પછી દરેક લોકોએ ચટપટા સ્વાદની મજા માણી. આખરે પરિવાર એ જ હોય છે જેમાં પોતાના પહેલા પોતાના લોકોની લાગણી સમજવી અને એકબીજાનો ખ્યાલ રાખવો.
મારા બપયજી
Latest posts by PT Reporter (see all)