15મી એપ્રિલ, 2020 ના રોજ, દવિયેર અગિયારીએ તેની 165મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. લોકડાઉનને કારણે, જશન અને જાહેર જનતા માટે ઉજવણી થઈ શકી નહોતી પરંતુ બોરડી અગિયારીના પંથકી એરવદ હોમી સેનાએ હમદીનોની હાજરી વગર સાંજે સ્ટા. 5.00 કલાકે જશનની પવિત્ર ક્રિયા કરી અને તેજ સમયે સમુદાયના લોકાને દીવો પ્રગટાવવા જણાવ્યું. બાઈ નવાઝબાઈ ગોઈપોરિયા અગિયારી ના આતશ પાદશાહ સાહેબની 165મા સાલનું મારા સમસ્ત પારસી ઈરાની કમ્યુનીટીના ભાઈ-બહેનો અને ફરઝંદદાને ફરઝંદો ઉપર આતશ પાદશાહ સાહેબના આશિશ આશિશ આશિશ. તેમણે સમુદાયના સભ્યોને આશિર્વાદ આપ્યા.
પારસી ટાઇમ્સે આપણશ વાચકો સાથે શેર કરવા માટે આ અહેવાલ સબમિટ કરવા માટે પંથકી બાગના 80 વર્ષીય મરઝબાન વાડિયાનો આભાર માન્યો હતો.
Latest posts by PT Reporter (see all)
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025