વોટ્સએપમાં રોજ સવારે લોકો જથ્થાબંધ છાપાઓ નાંખી જાય છે તો પસ્તી વાળા લઈ જાય કે..!?
આતો કચરા – પોતા કર્યા પછી જરા ફ્રી બેઠો હતો એટલે પુછ્યું..!
***
દિવસમાં બે-બે વખત રામાયણ અને મહાભારત જોવાના કારણે એવો ખીચડો થઇ ગયો છે કે કાલે રાત્રે સ્વપ્નમાં રાવણ જોડે વાદ-વિવાદ થયો, પણ યુધિષ્ઠિરે વચમાં આવીને અમારુ સમાધાન કરાવ્યું.
***
આ વરસે કેરીનો ‘રસ’, શેરડીનો ‘રસ’ નસીબમાં દેખાતાં નથી.
બસ વાય ‘રસ’ જ નસીબમાં છે.
***
કહું છું, હવે ઘરે પણ જરા, શર્ટ, પેન્ટ પહેરવાનું રાખો, આમ ગંજી, ચડ્ડીમાં ના ફરો.
મેં પત્ની ને કીધુ, યાર આપણું જ ઘર છે, આમા શું વાંધો છે?
તો કહે, વાંધો તમને નહીં, મને છે પેલી સામેવાળી મંજુએ ફોન કર્યો તો, એ પૂંછતી હતી, આવા લોકડોઉનમાં, તને ઝાડુ, પોતા માટે રામો ક્યાંથી મળ્યો?
Latest posts by PT Reporter (see all)
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025