અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન, પેમા ખાંડુએ ચેરમેન એમિરેટસ, તાતા ગ્રુપ – રતન ટાટા અને ટાટા સન્સના અધ્યક્ષ – એન ચંદ્રશેરનનો રાજ્ય માટે 15,000 માસ્ક દાન કરવા બદલ આભાર માન્યો. કોવીડ -19 ને કારણે સંકટ સમયે અરુણાચલ પ્રદેશને 5000 એન95 અને 3 પ્લાય માસ્ક 10000 પ્રદાન કરવા માટે આભાર માન્યો. તેઓએ આગામી દિવસોમાં રાજ્યમાં આ પ્રકારના વધુ ટેકા આપવાનું વચન આપ્યું છે, એમ મુખ્યમંત્રીએ 26મી એપ્રિલ, 2020 ના રોજ ટ્વીટ કર્યું હતું.
તાતા સન્સે તાજેતરમાં નાગાલેન્ડના તબીબી કર્મચારીઓ માટે 10,000 જોડ નાઈટ્રિલ ગ્લોવ્સ અને સમાન સંખ્યામાં ત્રણ-પ્લાય માસ્ક દાનમાં આપ્પ્યા હતા જે હિંમતભેર કોરોનાવાયરસ રોગચાળા સામે બચાવ કાર્ય કરી રહ્યું છે. માર્ચ, 2020 માં તાતા ગ્રૂપે રૂ. 1,500 કરોડ કેવિડ-19 રાહત કાર્ય માટે આપ્યા હતા. રતન તાતાએ કહ્યું હતું કે પરોપકારી સંસ્થા ટાટા ટ્રસ્ટે રૂ. 500 કરોડ તબીબી કર્મચારીઓને રક્ષણાત્મક ઉપકરણો પ્રદાન કરવા, વધતા જતા કેસોની સારવાર માટે શ્વસન પ્રણાલી, દેશમાં પરીક્ષણમાં વધારો કરવા કિટ્સનું પરીક્ષણ કરવા અને વાયરસથી સંક્રમિત લોકો માટે સારવારની સુવિધા ઉભી કરવા આપ્યા હતા. તાતા સન્સે વધુ રૂ. 1000 કરોડ આપ્યા.
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024