આદરનો પવિત્ર મહિનો ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અને દએનો પવિત્ર મહિનો પ્રારંભ થશે. ઘણા ધર્મ નિષ્ઠાવાન લોકો નિરાશ છે કારણ કે તેઓ ઉદવાડામાં ઇરાનશાહ અથવા તેમના નજીકની અગિયારી કે આતશ બહેરામમાં આદર મહિના દરમિયાન પ્રાર્થના કરવા ન જઈ શકયા જે આતશને સમર્પિત છે. જો કે, લોકડાઉન સમયે તેલનો દીવો પ્રગટાવી અને આતશના માધ્યમથી કનેક્ટ થઈને ઘરેથી પ્રાર્થના કરી શકે છે.
ઘરમાં સરળ દિવો સળગાવી, ઉષ્ણતા, પ્રકાશ અને શક્તિના કુદરતી સ્ત્રોતની શારીરિક હાજરી સાથે, અંધકાર અને નકારાત્મક શક્તિઓને દૂર કરવાની વિધિ છે. પર્સિયન રેવાયેત ભલામણ કરે છે કે દિવા પ્રગટાવતી વખતે આપણે પાંચ યથા ભણીયે છીએ. યથા એક ખૂબ જ સકારાત્મક, સર્જનાત્મક, જીવન આપનારો અને આરોગ્ય આપવાનો જાપ છે, જે વર્તમાન રોગચાળા દરમિયાન પણ વધુ સુસંગતતા પ્રાપ્ત કરે છે.
સરોષ બાજનો પાઠ કરતી વખતે જ્યારે આપણે દિવો પ્રગટાવતી વખતે કરીએ છીએ તેમ આપણે પાંચ યથા ભણીએ છીએ એ પણ સર્જક સાથે આપણી ભાવનાને જોડવાની ક્રિયા છે.
જ્યારે આતશ સામે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે ઘર હોય કે પૂજાસ્થળ હોય, આતશ દ્વારા અહુરા મઝદાની પૂજા કરીએ છે. આપણે અંધકારની વચ્ચે પ્રકાશ જોઈએ છે.
આતશ પ્રતિક છે ઉપચાર કરતા અર્દીબહેસ્તનું. આમ આતશની હાજરી ઘરે સારૂં સ્વાસ્થય લાવે છે. નૈતિક સ્તરે, અર્દીબહેસ્તએ ભગવાનના સત્યનું પ્રતિક છે અને આપણા ધર્મમાં, સત્યને સર્વોચ્ચ ગુણ માનવામાં આવે છે. સત્ય અને ન્યાય દ્વારા જ અહુરા મઝદાની મિત્રતા પ્રાપ્ત થઈ શકે છે.
અર્દીબહેસ્તની પિછી એક જૂની રૂઝાવવાની પરંપરા છે, જ્યાં પૂજારી અથવા એક સામાન્ય વ્યક્તિ, સ્નાન કર્યા પછી પ્રાર્થના કરે છે અને સ્વચ્છ સફેદ રૂમાલ અથવા સ્વચ્છ મલમલ કાપડ લઈ બીમાર વ્યક્તિના માથાથી લઈ પગ સુધી ફેરવે છે. આ જરથોસ્તીઓનું ઉપચારનું એક સ્વરૂપ છે.
અર્દીબહેસ્ત યશ્તમાં આપણે ભણીયે તેનો અર્થ છે કે હું અર્દીબહેસ્તને પસંદ કરું છું, બીજા અમેશાસ્પંદો સહાયક બને છે, જેમને સર્જક અહુરા મઝદા સારા વિચારો, અને સારા શબ્દો અને સારી ક્રિયાઓથી પોષણ આપે છે. ગરોથમાન (સ્વર્ગ) એ અહુરા મઝદાનું પોતાનું નિવાસસ્થાન છે જે ન્યાયી વ્યક્તિઓ માટે છે.
અર્દીબહેસ્તના નિરંગનો અર્થ થાય છે કે સર્જક, વિશ્ર્વના રક્ષક, (સર્વશક્તિમાન) અને સર્વના પાલનહાર અને નિરીક્ષક છે. અહરિમન કંઈપણ નથી અજાણ છે અને કશું કરી શકતા નથી. હોરમઝદ નિર્માતા છે અને અહરિમન વિનાશક. અહરિમન નાશ પામે છે પણ હોરમઝદ શક્તિશાળી, સારું અને વૃદ્ધિ કરનાર છેેેે.
અર્દીબહેસ્ત યશ્તમાં એર્યમન ઇશોની પ્રાર્થનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ખરેખર યસ્ના 54 છે. તે ખૂબ જ અસરકારક અને શક્તિશાળી પ્રાર્થના છે અને અર્દીબહેસ્ત યશ્તના જાપ કરતા પહેલા તેની પ્રાર્થના કરવી જોઈએ.
એર્યમન યઝદ અર્દીબહેસ્ત અમેશાસ્પંદના સહ-કાર્યકર છે અને તેથી, અર્દીબહેસ્ત યશ્ત પહેલાં આ મંત્રનો પાઠ કરવો તે ખૂબ જ ગુણકારી અને લાભકારક માનવામાં આવે છે. યસ્ના 54.1ને 4 વખત ભણવામાં આવે છે. તેમાં રોગો, શારીરિક, માનસિક તકલીફો દૂર રાખવાની શક્તિ છે.
આદર મહિનો પૂરો થઈ દએ મહિનો શરૂ થશે. તે સંપૂર્ણ પણે સમર્પિત છે અમેશા સ્પેન્તા, દાદાર હોરમઝદ- નિર્માતા દએ દાદારને. તે સર્જકનો
આભાર માનવાનો મહિનો છે અને ઘરે, ઓફિસમાં અથવા આતશ બહેરામ, અગિયારી ખાતે, જશન વિધિ કરીને ધાર્મિક રૂપે વ્યક્ત કરવામાં આવે છે. આ વર્ષે ઘરે જશન વિધિ કરવી શક્ય નહીં હોય પણ સાચો સાર એ જરૂરીયાતમંદોને સેવા આપવાનો છે.
દએ મહિનો અહુરા મઝદા અને તેની બધી રચનાઓ સાથેની આપણી મિત્રતા સુચવે છે. ગાથામાં, સર્વોચ્ચ દિવ્યતાને ‘ફ્રિયા’ (સંસ્કૃત પ્રિયા) તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ મિત્ર અથવા પ્રિય છે. ભગવાનને એક મિત્ર તરીકે ગણવામાં આવે છે, માંગણી કરનાર અથવા પ્રભુત્વ આપનાર ભગવાન તરીકે નહીં. જરથોસ્તી પરંપરામાં, ભગવાન બલિદાન અથવા ઉપવાસથી રાજી થતા નથી. એક મિત્ર તરીકે અહુરામઝદા ઈચ્છે છે કે લોકો 365 દિવસ ખુશ રહે.
આપણે આશાના માર્ગ પર ચાલીને ભગવાનની શાશ્વત મિત્રતા મેળવી શકીએ છીએ. લોકડાઉન વહેલું સમાપ્ત થશે. નિરાશ ન થાઓ લોકડાઉનના સમયે ઘરેથી પ્રાર્થના કરો.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024