વિશ્ર્વના સૌથી પ્રખ્યાત જ્યોતિષવિદ્ય બેજન દારૂવાલાનું 29મી મે, 2020ના રોજ 88 વર્ષની વયે, અમદાવાદની એપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેમને શ્ર્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના કુટુંબમાં તેમની પત્ની, ગુલી જે એક પ્રખ્યાત ટેરોટ કાર્ડ રીડર છે અને તેમના પુત્રો નાસ્તુર જે એક અગ્રણી જ્યોતિષવિદ્ય છે અને ચિરાગ લાડસરીયા (દત્તક લીધા) છે.
તેમના પુત્ર, નાસ્તુરના અહેવાલો મુજબ તેના પિતા ન્યુમોનિયા અને ફેફસાના ચેપથી પીડાતા હતા, અને ઓક્સિજનનું સ્તર ઓછું થતા તેમનું નિધન થયું હતું.
છેલ્લા 1000 વર્ષોમાં 100 મહાન જ્યોતિષીઓમાંના એક તરીકે બેજન દારૂવાલા પ્રખ્યાત હતા. વિશ્ર્વના સૌથી પ્રખ્યાત જ્યોતિષી હોવા ઉપરાંત, બેજન દારૂવાલાએ અંગ્રેજીમાં પી.એચ.ડી. કર્યું અને અંગ્રેજીના અધ્યાપક તરીકે પણ ફરજ બજાવી હતી. તેમનો પારસી વારસો હોવા છતાં, તેઓ ભગવાન ગણેશના પ્રખર અનુયાયી તરીકે જાણીતા હતા.
પ્રેમાળ અને દયાળુ બેજન દારૂવાલા તેમની આગાહીઓ માટે અનેક પ્રશંસાઓ અને વ્યાપક ઓળખ મેળવી હતી. તેઓ સમગ્ર વિશ્ર્વમાં સંખ્યાબંધ અખબારો, સામયિકો, ટેલિવિઝન ચેનલો અને પ્રકાશન ગૃહો સાથે નજીકથી સંકળાયેલા હતા. તેમની જ્યોતિષીય આગાહીઓને વિશ્ર્વભરના હજારો લોકો આતુરતાથી અનુસરે છે. તેમની વેબસાઇટ,
ૠફક્ષયતવફતાયફસત.ભજ્ઞળ, જ્યોતિષવિદ્યાના ક્ષેત્રમાં સૌથી વધુ લોકપ્રિય છે. જે વૈશ્વિક સ્તરે એક વિશાળ વર્ગ તેનું અનુસરણ કરે છે.
તેમની આત્માને ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત થાય.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025