ભૂતપૂર્વ બીપીપી ટ્રસ્ટી, ભૂતપૂર્વ બોમ્બે મ્યુનિસિપલ કમિશનર, જમશીદ જી. કાંગા, 25મી જૂન, 2020ના વહેલી સવારમાં નિધન પામ્યા હતા. તેઓ એક સીધા અને ગતિશીલ આઈએએસ અધિકારી હતા, જે સમુદાય અને દેશની સેવાનો નિશ્ર્ચિત ટ્રેક રેકોર્ડ ધરાવતા હતા. તેમની વ્યાવસાયિક શ્રેષ્ઠતા તેમના પ્રત્યેના મૈત્રીપૂર્ણ સ્વભાવથી મેળ ખાતી હતી. તેઓ તેમની નમ્રતા, અને પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા હતા. સમુદાય વતી, પારસી ટાઈમ્સ તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરે છે અને આ દુ:ખદ ઘડીમાં તેમની સાથે છે. તેમના આત્માને ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત થાય.
Latest posts by PT Reporter (see all)
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025