મેંગો કસ્ટર્ડ હલવો

સામગ્રી: 1 વાટકી કેરીનાં પીસ, 1/2 વાટકી ખાંડ, 1/2 વાટકી કસ્ટર્ડ પાવડર
4 એલચી નો પાવડર, 6 કાજુ, 6 બદામ, 10 પિસ્તા, 15 કિસમિસ.
રીત: પેલા ખાંડને મિક્સચરમાં પીસી લેવી હવે એમાં કેરીનાં પીસ નાખી ફરી પીસી લેવુ, હવે એમાં જ કસ્ટર્ડ પાવડર નાખી ફરી એક વાર પીસી લેવુ હવે તૈયાર પલ્પ ને કડાઈમાં લઇ એમાં એક વાટકી પાણી ઉમેરી મીક્સ કરી ગરમ મુકવુ, થોડીવાર હલાવતા રહેવુ નીતર ગાંઠા પડી જાશે પછી એમાં એક ચમચી ઘી નાખવુ ફરી પાછુ ઘી સોસાય જાય એટલે એક ચમચી નાખવુ, પછી એલચી પાવડર નાખવો અને ડ્રાયફ્રુટ નાખવા એકદમ ઘાટુ થઇ જાય, કડાઈ થી છુટુ પડે એટલે ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી અને ડ્રાયફૂટ છાંટવું અને થોડીવાર ઠરે એટલે પીસ કરવા.

Leave a Reply

*