સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, તળવા માટે ઘી, કેસર, એલચી પાવડર. જલેબી પાડવા કાણાવાળી બોટલ અથવા સોસ ભરવા માટે વપરાતી કાણાવાળી બોટલ વાપરી શકો છો.
રીત : મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું ખીરું બનાવી આખી રાત રાખી મૂકો. બીજા દિવસે તેમા ખમીર ઉઠે એટલે સમજો ખીરૂં તૈયાર છે.
ખાંડની એક તારી ચાસણી બનાવવી. તૈયાર ચાસણીમાં કેસર તથા એલચી પાવડર નાખી ચાસણીને ધીમા તાપ પર રાખવી.
કઢાઇમાં ઘી ગરમ થાય ત્યારે તેમાં જલેબીના ખીરાને કાણા વાળી બોટલમાં ભરીને જલેબી બનાવવી. તૈયાર જલેબીને ઘી માંથી બહાર કાઢી ગરમ ચાસણીમાં 5-7 મીનીટ રાખવી. તમારી જલેબી તૈયાર છે.
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024